Connect Gujarat
સમાચાર

સુરત : નવા કાંસિયાની પરણિતાએ આપ્યો ત્રણ દિકરીઓને જન્મ, પણ ન ટકી જન્મની ખુશી, વાંચો શું છે ઘટના

સુરત : નવા કાંસિયાની પરણિતાએ આપ્યો ત્રણ દિકરીઓને જન્મ, પણ ન ટકી જન્મની ખુશી, વાંચો શું છે ઘટના
X

અંકલેશ્વરના નવા કાંસીયાના ગરીબ પરિવારે હોસ્પિટલનો ખર્ચો નહિ પોસાતાં ત્રણ નવજાત બાળકીઓ ગુમાવી દીધી હોવાનો કરૂણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરણિતાએ એક સાથે ત્રણ બાળકીઓને જન્મ આપ્યો હતો પણ બાળકીઓને શ્વાસમાં તકલીફ અને વજન ઓછું હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી પણ એક દિવસનો 7,500 રૂપિયા ખર્ચ થશે તેમ કહેવામાં આવતાં ગરીબ પરિવારે બાળકીઓને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી પણ ત્યાં સારવાર દરમિયાન ત્રણેય બાળકીઓના મોત થયાં હતાં.

અંકલેશ્વર તાલુકાના નવાકાંસિયા ખાતે રહેતી ઉષાબેન પાટણવાડીયાને પ્રસવપીડા ઉપડતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેમણે એક સાથે ત્રણ બાળકીઓને જન્મ આપતાં પરિવારમાં ખુશીનો માહોલ ઉભો થયો હતો. પરંતુ ત્રણે દીકરીઓને શ્વાસમાં તકલીફ હોવાથી અને વજન ઓછું હોવાના કારણે કાચની પેટીમાં રાખવાની જરૂરત પડી હતી ખાનગી હોસ્પિટલમાં એક દિવસના એક દીકરીના 7500 રૂપિયાના ખર્ચ કહેવામાં આવ્યો હતો. પરિવાર ગરીબ હોવાના કારણે બાળકીઓને સુરત ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. મૃતક બાળકીઓની ફોઈએ જણાવ્યું હતું કે, મારા ભાભી ઉષાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. ડોક્ટરે ત્રણેય બાળકોને શ્વાસમાં તકલીફ અને વજન ઓછું હોવાનું જણાવ્યું હતું . ખાનગી હોસ્પિટલમાં એક બાળકીનો એક દિવસનો ખર્ચ 7,500 રૂપિયા જણાવાયો હતો. અમે ગરીબ હોવાથી આ ખર્ચ પોસાય તેમ ન હતો. આ બાળકીઓને સુરત લાવવામાં આવી હતી પણ તેઓનો જીવ બચી શકયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉષાબેના લગ્ન 7 વર્ષ પહેલાં થયા હતા એક પુત્ર અને સસરા સાસુ સાથે રહેતા હતા પતિ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પતિ મહેશ પાટડિયાને લીવરની બીમારી હોવાથી ગર્ભવતી પત્ની અને 5 વર્ષનો પુત્ર ને છોડીને ગત દિવાળીના દિવસે મોત નીપજ્યું હતું.

Next Story