Connect Gujarat
Featured

અફઘાનિસ્તાન : કાબુલ યુનિવર્સિટીમાં થયેલા હુમલામાં 20 થી વધુના મોત

અફઘાનિસ્તાન : કાબુલ યુનિવર્સિટીમાં થયેલા હુમલામાં 20 થી વધુના મોત
X

અફઘાનિસ્તાનના કાબુલ યુનિવર્સિટીમાં થયેલા ગોળીબારમાં 20 થી વધુ લોકોના મોત થયા છે. અને 35 વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલાખોરોએ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવ્યા હતા અને ગોળીબાર શરૂ કરી દીધો હતો. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે તમામ ત્રણ હુમલાવરને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું કે જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે યૂનિવર્સિટીમાં બુક પ્રદર્શન ચાલી રહ્યું હતું.

વિશ્વવદ્યાલયના પ્રોફેસર જબીઉલ્લા હૈદરીના સ્થાનીય ટીવી સ્ટેશન અરિયાનાને જણાવ્યું કે જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે ક્લાસ પણ ચાલુ હતા. હૈદરીના અનુસાર ગોળીબારના કારણે વિશ્વવિદ્યાલયના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓએ વિદ્યાર્થીઓને પરિસરમાંથી બહાર લઈ જવાનું શરૂ કરી દીધું હતું.

Next Story