Connect Gujarat
Featured

અમદાવાદ : 55 કરોડના ખર્ચે તૈયાર શીલજ બ્રિજનું કરાયું લોકાર્પણ, વાહન ચાલકોને ટ્રાફિકથી રાહત

અમદાવાદ : 55 કરોડના ખર્ચે તૈયાર શીલજ બ્રિજનું કરાયું લોકાર્પણ, વાહન ચાલકોને ટ્રાફિકથી રાહત
X

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા તેમજ શહેરીજનોની સુવિધા માટે વધુ એક ઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે. થલતેજ-શીલજને જોડતા રાંચરડા ચાર રસ્તા પર નિર્મિત રેલવે ઓવરબ્રિજનું નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલે ખુલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમમાં અમિત શાહ પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

અમદાવાદ શહેરમાં એક પછી એક બ્રિજનું લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરના થલતેજ-શીલજને જોડતા રાંચરડા ચાર રસ્તા પર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 55 કરોડના ખર્ચે આ રેલ્વે ઓવરબ્રિજને તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરના રાંચરડા ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે જ્યાંથી થલતેજ અને શીલજને પણ આ માર્ગ જોડે છે. રાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડતી રેલ્વેલાઇન પસાર થાય છે. 24 કલાકમાં 90થી 100 ટ્રેન પસાર થાય છે. જ્યારે ટ્રેન નીકળે એટલે ફાટક 5 મિનિટથી વધારે બંધ રાખવામા આવે છે એટલે 24 કલાકમાં 6 કલાક ફાટક બંધ રહેતી હતો, જેને કારણે અનેક વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડતી હતી. પરંતુ થલતેજ- શીલજ- રાંચરડા ચાર રસ્તા રેલવે ઓવરબ્રિજ બની જતાં ત્યાંથી અવર જવર કરતા લોકોને હવે રાહત મળશે.

બ્રિજના લોકાર્પણ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહી બ્રિજને ખુલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

Next Story