Connect Gujarat
Featured

અમદાવાદ : PMના આગમન પહેલાં શહેરની કાયાપલટ, તંત્રની કામગીરી "ફોર્થ" ગિયરમાં

અમદાવાદ : PMના આગમન પહેલાં શહેરની કાયાપલટ, તંત્રની કામગીરી ફોર્થ ગિયરમાં
X

કોઇ પણ સ્થળે મોટા ગજાના નેતાઓ આવતાં હોય ત્યારે તે વિસ્તારની કાયાપલટ થઇ જતી હોય છે. વર્ષોથી જે કામના લોકો સ્વપન જોતાં હોય છે તે કામ ગણતરીના કલાકોમાં થઇ જતાં હોય છે. હાલ આવું જ કઇ અમદાવાદમાં જોવા મળી રહયું છે.

પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે 12 માર્ચના રોજ એક દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવી રહયાં છે. તેઓ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાનના આગમન પહેલાં સાબરમતી આશ્રમ અને તેની આસપાસના વિસ્તરામાં અને રસ્તાઓને સુશોભિત કરવામાં આવી રહયા છે. ફુટપાથ પર પેવર બ્લોકનું કામ પણ પુરજોશમાં ચાલી રહયું છે. આશ્રમના રુટ પર આવતી સોસાયટીઓની બંને સાઇડ બેરીકેડ લગાવી દેવામાં આવ્યાં છે તો કેટલીય સોસાયટીઓની બહાર પડદા મારી દેવાયાં છે. દાંડીયાત્રા જે રૂટ પર આગળ વધવાની છે ત્યાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર મોટા હોર્ડિંગ મારવામાં આવ્યા છે. રસ્તાઓ તેમજ આસપાસના સ્થળોએ ધુળ કે કચરો ન રહી જાય તેની તસદી લેવાઇ રહી છે.

Next Story