Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : GMDC મેદાનમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ, ટેસ્ટ માટે લાગી કતાર

અમદાવાદ : GMDC મેદાનમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ, ટેસ્ટ માટે લાગી કતાર
X

અમદાવાદમાં મહાનગરપાલિકા તથા ખાનગી લેબના ઉપક્રમે શરૂ કરાયેલી ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ પધ્ધતિ શહેરીજનોને પસંદ આવી છે. આજે પ્રથમ દિવસે જ બે કલાકમાં 600થી વધારે લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.

એએમસી અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે દેશમાં પહેલીવાર અમદાવાદ શહેરમાં જીએમડીસી મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે. માત્ર 2 કલાકમાં 600 આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. અહીં 10 થી વધુ કાઉન્ટરો ઓપન કરવામાં આવ્યા છે.

કારમાંથી નીચે ઊતર્યા વગર જ શંકાસ્પદ વ્યક્તિનાં સેમ્પલ PPE કિટ પહેરેલી વ્યક્તિએ લીધાં હતાં. જેમ જેમ અમદાવાદવાસીઓને ખબર પડી તેમ અહીં ટેસ્ટ કરાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. એક- એક ટેસ્ટ કાઉન્ટર પર 15 થી 20 ગાડીઓની લાંબી લાઈનો લાગી હતી. ટેસ્ટ કરાવનાર લોકોનું કેહવું છે કે આ સારી વ્યવસ્થા છે. વાહનમાંથી નીચે ઉતર્યા સિવાય સેમ્પલ લેવામાં આવતાં હોવાથી સંક્રમણનો ભય ઓછો રહેલો છે.

Next Story