Connect Gujarat
Featured

અમદાવાદ : રાજયમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી, જુઓ કયાં પડી શકે છે વરસાદ

અમદાવાદ : રાજયમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી, જુઓ કયાં પડી શકે છે વરસાદ
X

રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે આગામી ત્રણ દિવસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં અત્યારે પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. 12મી સપ્ટેમ્બરે સુરત, નર્મદા, વલસાડ, નવસારી, દમણ-દાદરા-નગર હવેલી, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે છે.તેમજ 13મી સપ્ટેમ્બરે ખેડા, દદાહોદ, પંચમહાલ, અમદાવાદ, આણંદ, હબોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢમાં વરસાદ પડી શકે છે. જ્યારે 14મી સપ્ટેમ્બરે ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં 40 કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે

Next Story