Connect Gujarat
Featured

અમદાવાદ : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન હવે અદાણી ગૃપના હાથમાં

અમદાવાદ : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન હવે અદાણી ગૃપના હાથમાં
X

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આગામી નવેમ્બર સુધીમાં અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને હસ્તગત કરી લેવા માટે ખાનગી કંપનીને નિર્દેશ કર્યો હતો. ત્યારે હવે અમદાવાદના એરપોર્ટના ખાનગીકરણની દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાથી હવે તેનું સંચાલન 7મી નવેમ્બરથી અદાણી ગૃપને હસ્તગત થશે. હવે ટર્મિનલ અને એરપોર્ટના વિકાસનું કામ અદાણી ગૃપ દ્વારા કરવામાં આવશે.

ફેબુ્રઆરી 2019માં સૌથી વધુ રકમની બિડ સાથે 50 વર્ષ માટે અમદાવાદ એરપોર્ટનો હવાલો અદાણી ગૃપને સોંપવામાં આવ્યો હતો. જેના ભાગરૃપે આ ખાનગી જૂથ અમદાવાદ એરપોર્ટમાં અવર-જવર કરતાં પ્રત્યેક મુસાફર દીઠ રૂપિયા 177 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ચૂકવશે. એરપોર્ટના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ-મેંગાલુરુ-લખનૌ એરપોર્ટ માટે ખાનગી જૂથે ગેરન્ટી મની સહિતની રકમ ચૂકવવાનું શરૂ કરી દીધું છે. આ ત્રણ એરપોર્ટ માટે કુલ રૂપિયા 1 હજાર કરોડની રકમ ચૂકવવાની છે જ્યારે સીક્યુરિટી એમાઉન્ટની રકમ રૂપિયા 375 કરોડ છે.

અમદાવાદ સહિત 6 એરપોર્ટના ખાનગીકરણથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને વર્ષે રૂપિયા 1300 કરોડથી વધુનો નફો થાય તેવો અંદાજ છે. અગાઉ જૂન-2020માં આ ખાનગી જૂથે કોરોના મહામારીને પગલે એરપોર્ટને ટેક ઓવર કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે વધારાની મહેતલ માગી હતી.ખાનગી કંપનીએ હસ્તગત કર્યા બાદ અમદાવાદ એરપોર્ટમાં મુસાફરોને વિવિધ સેવાઓ માટે અગાઉ કરતાં વધુ રકમ ચૂકવવી પડી શકે છે તેમ ચર્ચાઇ રહ્યું છે.

Next Story
Share it