Connect Gujarat
Featured

અમદાવાદ : લેહ લદાખ ખાતે સેનામાં ફરજ બજાવતા “જવાન” પર લાગ્યો દુષ્કર્મનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો..!

અમદાવાદ : લેહ લદાખ ખાતે સેનામાં ફરજ બજાવતા “જવાન” પર લાગ્યો દુષ્કર્મનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો..!
X

અમદાવાદ શહેરના એક વિસ્તારમાં રહેતી યુવતીને હાલ સેનામાં ફરજ બજાવતા એક યુવાને પ્રેમમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતીને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દિધા બાદ તરછોડી દેતા યુવતીએ એરપોર્ટ પોલીસ મથકે નરાધમ યુવાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જોકે અમદાવાદના એક વિસ્તારમાં રહેતી એક યુવતીને સમરતનગર ભીલવાસમાં રહેતા એક યુવાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી, ત્યારે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ તરછોડી દેતા યુવતીએ એરપોર્ટ પોલીસ મથકમાં યુવાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ NGO મારફતે યુવક સહિત પરિવારજનો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં દુષ્કર્મ સહિત મારપીટ તેમજ ગોંધી તેને રાખવાનો પણ આરોપ લગાવ્યો છે.

જોકે, પીડિતાના જણાવ્યા અનુસાર, આરોપી યુવક અમિત મકવાણા હાલ લેહ લદાખ ખાતે સેનામાં ફરજ બજાવે છે. અમિતે લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. લગ્નની સંમતિ થયા બાદ અમિત અને પરિવારજનોએ ના પાડી દીધી હતી. બાદમાં કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું હતું. જોકે કોર્ટ મેરેજ કર્યા વગર અમિતના પરિવારજનો પીડિતાને સાથે ઘરે લઇ ગયા હતા. જ્યાં અમિત રોજ મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરતો હતો, જ્યારે પરિવારજનો માનસિક તેમજ શારીરિક રીતે ત્રાસ આપતા હતા. વધુમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે, આરોપી અમિત તેમના દૂરના સગા થાય છે. 5 વર્ષ પહેલા મોટર સાયકલમાં બેસાડી અમિત હિંમતનગર ખાતે લઇ ગયો હતો. જ્યાં ગેસ્ટ હાઉસમાં લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ બાદ આરોપીએ યુવતીને આશ્વાસન આપ્યું હતું કે, 18 વર્ષ પૂર્ણ થયે લગ્ન કરી લઈશું.

અમદાવાદમાં આજથી 6 મહિના અગાઉ નોબલનગર ખાતે નોકરી પર જવા માટે યુવતી ઉભી હતી. તે દરમ્યાન આરોપી અમિત ત્યાં આવી માંગમાં સિંદૂર ભરી કોર્ટમાં લગ્ન કરવાની બાહેધરી આપી હતી. લગ્નનું વચન આપી આરોપી ફરી ગેસ્ટ હાઉસમાં લઇ જઈ શારીરિક સબંધ બાંધ્યા હતા. આરોપી યુવકે લગ્નની વાત કરતાં યુવતીએ આ અંગે પરિવારજનોને વાત કરી હતી. ત્યારબાદ કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આરોપીઓના પરીવારજનો અને યુવતીના પરિવારજનો લગ્ન માટે કોર્ટમાં હાજર થયા હતા. અમિતના પરીવારજનોએ મેરેજ અંગેનું લખાણ કરી આપીશું તેવું જણાવી લગ્ન કેન્સલ કરાવ્યા હતા. લગ્ન કેન્સલ થતાં યુવતીના પરિવારજનો ત્યાંથી પીડિતાને લઈ પોતાના ઘરે લઇ આવ્યા હતા. યુવતીને ઘરે લાવ્યા બાદ તેને માનસિક તેમજ શારીરિક રીતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આરોપી યુવક યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. જ્યારે અમિતની રજાઓ પૂર્ણ થતાં પ્લેન મારફતે લેહ લદાખ જતો રહ્યો, ત્યારે પરિવારજનોએ યુવતીને રૂમમાં પૂરી ગોંધી રાખી તેની સાથે અવારનવાર મારઝુડ કરતા હતા. જોકે આખરે તંગ આવી યુવતીએ NGOનો સહારો લઇ એરપોર્ટ પોલીસ મથકમાં અમિત સહિત પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે. તો બીજી તરફ આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story