Connect Gujarat
Featured

અમદાવાદ : સાબરમતી રીવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામનું લોકાર્પણ કરતાં વડાપ્રધાન

અમદાવાદ : સાબરમતી રીવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામનું લોકાર્પણ કરતાં વડાપ્રધાન
X

વડાપ્રધાને આજથી કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ માટેની સી-પ્લેન સેવાનો શરૂઆત કરાવી હતી . એટલું જ નહીં તેઓ સ્પાઈસ જેટના આ સીપ્લેનમાં બેસીને કેવડિયાથી સાબરમતી રિવરફ્રન્ટ આવ્યા હતા અહીં સીએમ રૂપાણી સમેત રાજય સરકારના વરિષ્ઠ મંત્રીઓ એ તેમનું સ્વાગત કર્યું હતું અગાઉ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં આવ્યા હતા. ત્યારે રાજ્ય અને દેશના મીડિયામાં તેની ખાસ નોંધ લેવાઈ હતી.

ફરીવાર આજે નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં બેસી રિવર ફ્ર્ન્ટ પોહ્ચ્યા હતા . તેઓ સી-પ્લેન સેવાનો પોતાના ગૃહરાજ્યમાં પ્રારંભ કરાવી રહ્યા છે. આ તેમના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક છે.પીએમ મોદી એ અહીં ઉપસ્થિત જનમેદનીનું હાથ હલાવી અભિવાદન કર્યું હતું. મોદીના આગમનને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાનાં સાધનો પર પ્રતિબંધ લાદ્યો છે. એટલું જ નહીં, મોર્નિંગ વોક પર પર પ્રતિબંધ લાગુ કરાયો છે. ઉપરાંત વડાપ્રધાનની મુલાકાતને પગલે રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા અઢી કલાકથી 4 બોટનું સાબરમતીમાં પેટ્રોલિંગ કરી રહી છે.

Next Story