અમદાવાદ : મહાસભાની પરવાનગી ન મળતાં રિક્ષાચાલકોમાં રોષ, દર્શાવ્યો વિરોધ

0

અમદાવાદમાં રિક્ષા ચાલકોના સંગઠનોને શુક્રવારના રોજ મહાસભા યોજવાની પરવાનગી આપવાનો તંત્રએ ઇન્કાર કરી દીધો છે. રોષે ભરાયેલા રિક્ષા શાચાલકોને તેમની રીકશા પર કમળનું ફુલ અમારી ભુલના પોસ્ટર મારી વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદમાં લોક ડાઉન દરમ્યાન જે રીક્ષાઓ બંધ રહી હોવાના કારણે  રીક્ષા ચાલકોને ઘર ચલાવવા માટે મુશ્કેલી પડી રહી હતી. ઘરના બિલ અને  હપ્તા તમામ ભરવાના બાકી હોવાથી તેઓ સરકાર પાસે આર્થિક સહાયની માંગણી કરી રહયાં છે. સરકાર સમક્ષ તેમણે 5 માંગણીઓ મુકી છે. આજે શુક્રવારના રોજ રીકશાચાલકોના વિવિધ સંગઠનોએ મહાસભા યોજવાની પરવાનગી માંગી હતી. કોરોના વાયરસના કારણે તંત્રએ પરવાનગી નહિ આપતા રિક્ષા શાચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.  તમામ રીક્ષાઓ પર એક પોસ્ટર લગાવવામાં  આવ્યું છે અને તેના પર લખવામાં આવ્યું છે કે અમારી ભૂલ કમળનું ફૂલ અને નીચે તેમની પાંચ શરતો લખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here