Connect Gujarat
Featured

અમદાવાદ: કંપનીનો ઇ મેઈલ આઈ.ડી.હેક કરી રૂપિયા 94.57 લાખની ઠગાઇ,જુઓ ભેજાબાજની કરામત

અમદાવાદ: કંપનીનો ઇ મેઈલ આઈ.ડી.હેક કરી રૂપિયા 94.57 લાખની ઠગાઇ,જુઓ ભેજાબાજની કરામત
X

અમદાવાદ સાઇબર ક્રાઇમે એવા ભેજાબાજની ધરપકડ કરી છે જેણે કંપનીનું મેલ આઈડી હેક કર્યું હતું અને કંપનીના બેન્ક ખાતામામાંથી કરોડોની રકમ ડેબિટ કરી હતી. બિહાર ઝારખંડની હેકર ગેંગના સભ્યની અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સાઇબર ક્રાઇમને ફરિયાદ મળી હતી કે એક કંપનીનું ઈમેઈલ આઈડી હેક કરી આ આરોપીએ 94 લાખથી વધુ રકમ ટ્રાન્સફર કરી ઠગાઈ કરી છે. અમદાવાદના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પહેલા એક ગુનો દાખલ થયો હતો. જેમાં અજાણી વ્યક્તિ દ્વારા વોડાફોન આઈડિયા કંપનીમાં ટ્રાઈડેન્ટ ઇન્ડિયા લિમિટેડ કંપનીનું ઇ મેઈલ આઇડી હેક કરી કંપનીનો બેંકમાં રજીસ્ટર મોબાઈલ નંબરને રિપ્લેસ કરવામાં આવ્યો હતો. અને ઈમેલ આઈડીથી વોડાફોન આઈડિયા કંપનીને મેલ કરી નવું સીમ કાર્ડ મેળવ્યું હતું.

સીમ સ્વેપિંગ કરી તેમજ કંપનીના નેટબેન્કિંગના યુઝરનેમ તથા પાસવર્ડ મેળવી બેંક ખાતામાંથી રૂપિયા 94 લાખ 57 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા.આ ફરિયાદ મળતા સાયબર ક્રાઇમે 80 જેટલા મોબાઇલ ડિવાઇસ તથા 70 જેટલા મોબાઈલ નંબરની માહિતી એનાલિસિસ કરતા તે બિહાર રાજ્ય ખાતે હોવાનું ખબર પડતાં લોકેશનના આધારે તપાસ કરી હતી.અમદાવાદ સાયબર ક્રાઇમે બિહારમાંથી ગુલશન તનીક સિંગ નામના આરોપીની ધરપકડ કરી તેની પાસેથી મોબાઇલ ડિવાઇસ, 8 સિમકાર્ડ કબ્જે કરી ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે બિહારથી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો . આરોપીની પુછપરછમાં સામે આવ્યું છે કે તેણે બી.એસ.સી કેમેસ્ટ્રીનો અભ્યાસ મગધ યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યો છે.અને આરોપી સાથે સામેલ અન્ય સહઆરોપીઓનું મોટું ગ્રુપ અલગ-અલગ પ્રકારના સાયબર ક્રાઈમના અપરાધને અંજામ આપે છે. આ કામ કરવા બદલ આરોપી પાસેથી તેણે ૪૦ ટકા કમિશન મળતું હતું મામલમાં અમદાવાદ સાઇબર ક્રાઇમે બિહાર પોલીસનો સંપર્ક કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story