Connect Gujarat
Featured

અમદાવાદ : શહેરની ઓળખ સમી સાબરમતી નદીની સાફ સફાઈ શરૂ, જુઓ કેવા અદ્યતન મશીનનો કરાયો ઉપયોગ..!

અમદાવાદ : શહેરની ઓળખ સમી સાબરમતી નદીની સાફ સફાઈ શરૂ, જુઓ કેવા અદ્યતન મશીનનો કરાયો ઉપયોગ..!
X

કેન્દ્ર સરકાર દ્વારા હાલ દેશભરની નદીઓને સ્વચ્છ બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદની ઓળખ સમી સાબરમતી નદી વિશાળ હોવાથી અહીં ટ્રેસ કિમર નામના આધુનિક મશીનો લાવવામાં આવ્યા છે. જે મશીનની મદદથી નદીની સાફ સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ શહેરની સાબરમતી નદી છેલ્લા ઘણા સમયથી પ્રદુષિત થતી હતી. સાબરમતી નદીના કિનારે કચરાના ઢગ લાગતા હતા, ત્યારે હવે નદીને ચોખ્ખી કરવા માટે આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટ્રેસ કિમર નામના મશીનની મદદથી નદીમાં જમા થયેલ કચરાને સાફ કરવામાં આવી રહ્યો છે. નદીના પાણીમાં થતી શેવાળને પણ ટ્રેસ કિમર મશીન બહાર કાઢી લાવે છે. નદીમાં રહેલ ઝીણામાં ઝીણા કચરાને પણ સાફ કરવામાં ટ્રેસ કિમર મશીન ખૂબ જ મદદરૂપ સાબિત થયું છે.

અમદાવાદ શહેરમાં ધાર્મિક તહેવારના સમયે પણ મોટી સંખ્યામાં લોકો સાબરમતી નદીમાં પ્રતિમા સહિત પૂજા સામાનનું વિસર્જન કરે છે, ત્યારે મેક ઈન ઇન્ડિયા મશીનથી હવે સાબરમતી નદીની સાફ સફાઈ શક્ય બની છે. આ મશીન પાણી પર પેડ રોલિંગથી ચાલી કચરો પાણીમાંથી બહાર લાવે છે. જેના પાછળના ભાગમાં કચરાનું સ્ટોરેજ કરવામાં આવે છે. ત્યારબાદ કચરાને ડમ્પર અથવા ટ્રોલીમાં ડમ્પ કરી સાઈટ પર ખસેડવામાં આવે છે. પ્રાયોગિક ધોરણે ટ્રેસ કિમર મશીન દ્વારા સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી રહી છે, ત્યારબાદ રાજ્ય અને દેશભરની નદીઓ માટે વધુ ટ્રેસ કિમર મશીનો ઉપયોગમાં લેવાશે. જોકે આવનારા સમયમાં દરેક પ્રદુષિત નદીઓની સાફ સફાઈ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Next Story