Connect Gujarat
અમદાવાદ 

369 અમદાવાદીના ડ્રાઇવિંગ લાયસન્સ 3થી 6 વર્ષ માટે સસ્પેન્ડ, વાંચો શું છે સમગ્ર મામલો...

ગુજરાત બહારના રાજ્યમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરતા પકડાયેલા 369 અમદાવાદીના લાયસન્સ 3થી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.

369 અમદાવાદીના ડ્રાઇવિંગ લાયસન્સ 3થી 6 વર્ષ માટે સસ્પેન્ડ, વાંચો શું છે સમગ્ર મામલો...
X

ગુજરાત બહારના રાજ્યમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરતા પકડાયેલા 369 અમદાવાદીના લાયસન્સ 3થી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. સૌથી વધારે રાજસ્થાન પોલીસ તરફથી આ ફરિયાદ મોકલવામાં આવી છે.

લાયસન્સ સસ્પેન્ડ કરવાની અરજી વર્ષ 2021થી જ આવતી થઇ છે. જે મુજબ માત્ર 13 મહિનામાં સુભાષબ્રિજ આરટીઓમાં 369 લાઇસન્સ સસ્પેન્ડ થયા છે. હજી સુધી વસ્ત્રાલમાં લાઇસન્સ રદ્દ કરવા માટે એક પણ અરજી આવી નથી. અત્યાર સુધીમાં લાયસન્સ સસ્પેન્ડ સૌથી વધુ 151 અરજી રાજસ્થાનમાંથી આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, ગોવા કે, મહારાષ્ટ્રમાંથી લાયસન્સ સસ્પેન્ડની અરજીમાં એક પણ કેસ ડ્રીંક એન્ડ ડ્રાઇવનો નથી આવ્યો. જેમાં માત્ર ઓવરસ્પીડીંગ અને ટ્રાફિક નિયમ ભંગના જ કેસ છે.

આ તમામ લાઈસન્સ માત્ર 3થી 6 મહિના માટે સસ્પેન્ડ કરાય છે. લાયસન્સ સસ્પેન્ડ થયા પછી પણ વાહન ચલાવતા પકડાય તો એક કરતા વધુ વર્ષ માટે વાહન લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાયદામાં જોગવાઈ કરેલ છે. અમદાવાદમાં થતાં લાયસન્સ સસ્પેન્ડ કુલ કેસમાં 70 ટકા કાર ચાલકો છે, જ્યારે 30 ટકામાં અન્ય વાહનનો સમાવેશ થાય છે. 20 ટકા ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસમાં પણ કાર ચાલકોની સંખ્યા વધુ છે. આ ઉપરાંત 70 ટકા ઓવર સ્પીડિંગ અને ટ્રાફિક નિયમ ભંગ કરનાર કેસોમાં પણ કાર ચાલકોની સંખ્યા વધારે છે.

Next Story