Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદી પાસેથી મળ્યા ગાંજાના 14 પેકેટ, પોલીસ તપાસ શરૂ..!

ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગુજરાતની જેલો વિષે ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

X

ગૃહમંત્રિ હર્ષ સંઘવીના આદેશ બાદ રાજ્યભરની જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચેકિંગ દરમ્યાન મોટા પ્રમાણમાં ગાંજો મળી આવતા ખળભળાટ મચ્યો છે.

ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગુજરાતની જેલો વિષે ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેને લઈને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ શહેરના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી હતી. આ અધિકારીઓમાં સેક્ટર-1ના JCP નીરજ બડગુજર, DCP સફિન હસન, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તપાસમાં જોડાયો હતો. સાબરમતી સેન્ટ્રલ જેલમાં 10 કલાક કરતા વધારે સર્ચ ઓપરેશન ચાલ્યુ હતું. સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અનેકવાર મોબાઈલ અને સિમ કાર્ડ મળી આવ્યા પણ ઘટના સામે આવી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કેદી અકરમ અબ્દુલ અઝીઝ શેખ પાસેથી ગાંજો પકડાયો છે. સર્ચ દરમિયાન ગાંજાના લગભગ 14 પેકેટ મળી આવ્યા હતા. સાથે જ તપાસમાં જેલ કર્મીઓ કેદીઓને મોબાઈલ આપતા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત જેલમાંથી મોટા પ્રમાણમાં તમાકુ, બીડી અને સીગરેટનો જથ્થો મળ્યો હતો. સર્ચ ઓપરેશનમાં જોડાયેલી ટીમનો તપાસનો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

Next Story