Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગુજરાતના 20 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનીત કરાશે, જાણો કોણ છે લીસ્ટમાં

આગામી 26મી જાન્યુયઆરીના રોજ પોલીસ તરીકે સારી કામગીરી કરવા બદલ ગુજરાત રાજ્યના 20 જેટલા પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનીત કરાશે.

અમદાવાદ : ગુજરાતના 20 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનીત કરાશે, જાણો કોણ છે લીસ્ટમાં
X

આગામી 26મી જાન્યુયઆરીના રોજ પોલીસ તરીકે સારી કામગીરી કરવા બદલ ગુજરાત રાજ્યના 20 જેટલા પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનીત કરાશે.

દર વર્ષે 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના રોજ આખું વર્ષ જે પોલીસે સારી અને પ્રશંસનીય કામગીરી કરી હોય તેવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવે છે, ગુજરાતમાંથી 20 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ 26 જાન્યુઆરીના રોજ આ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મેડલ એનાયત કરવામાં આવશે. આ મેડલમાં લો એન્ડ ઓર્ડરના એડિશનલ ડીજી નરસિંહમાં કોમરને પણ રાષ્ટ્રપતિ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ ભરતસિંહ વાઘેલા સહીત કુલ 20 જેટલા પોલીસ જવાનોને મેડલ થી સન્માનિત કરવામાં આવશે. આ મેડલથી પોલીસ જવાનોનો કામ કરવામાં ઉત્સાહ વધે છે અને તેમને પ્રમોશનમાં પણ ઘણી સારી નોંધ લેવાય છે.રાજ્યના 17 પોલીસ અધિકારીને મળ્યો એવોર્ડ જેમાં વિક્રમસિંહ રાઠોડ(આસિ. કમિશનર), ઇન્ટેલિજન્સ ધર્મેન્દ્ર ચાવડા (ACP, સુરત) સિટી ચંદ્રસિંહ સોલંકી (DSP સિદ્ધપુર), નવીનચંદ્ર પટેલ (DySP અને SRPF જામનગર), પરમાર વિજયસિંહ(DySP અને SRPF અમદાવાદ), દેવધા રાજેન્દ્ર (DySP ધ્રાંગધ્રા ડિવિઝન), દિનેશ કોષ્ટી (વાયરસ પીઆઇ, ગાંધીનગર) દિલિપસિંહ આહિર (PI SRP, અમદાવાદ), રાજેન્દ્રસિંહ રાણાવત(PSI SRPF, અમદાવાદ), મહેશ રાઠોડ (ASI ખેડા-નડિયાદ), પંકજ પટેલ( ASI, DCB પોલીસ સુરત), મોહમ્મદ યુસુફ( ASI આણંદ પોલીસ) અને પ્રહલાદસિંહ મકવાણા( ASI, ક્રાઇમ બ્રાંચ અમદાવાદ) સામેલ છે .

Next Story