-
ત્રણ યુવા મિત્રોને કાળ ભરખી ગયો
-
રીલ્સબનાવવાના ચક્કરમાં મળ્યું મોત
-
સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકતાં ત્રણ યુવાનો તણાયા
-
બે યુવાનોના મળ્યા મૃતદેહ,એક હજુ લાપતા
-
ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ આરંભી
અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા.ઘટનામાં બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા.જ્યારે અન્ય એક લાપતા બનતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે.
અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાંખાબકી ગયા હતા.જેમાં સૌથી પહેલા યક્ષ ભંકોડિયાનો મૃતદેહ મળી આવતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.આ ઘટનામાં યક્ષનો મૃતદેહ મળી આવ્યાના થોડા કલાકો પછી યશ સોલંકીનો પણ મૃતદેહ મળી આવ્યો છે. જોકે હજુ સુધી અન્ય એક ક્રિશ દવેની અત્યાર સુધી કોઈ ભાળ મળી નથી.
ફાયરબ્રિગેડની ટીમના સભ્યો હજુ સુધી એમને શોધી રહી છે.માહિતી અનુસાર યક્ષ અને નામનો યુવક આ કાર ચલાવી રહ્યો હતો પરંતુ અકસ્માતના સમયે યશ સોલંકીને કાર ચલાવવા આપી હતી. જેને કાર ચલાવતા આવડતી નહોતી અને ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતા કાર સીધી કેનાલમાં ખાબકી હતી. આ સમગ્ર ઘટના અંગે એમ ડીવીઝન ટ્રાફિફ પોલીસે તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે આજકાલના બાળકો અને યુવાનોમાં સોશિયલ મીડિયા પર છવાઈ જવાની અને પોતાનો વટ બતાવવાની ઘેલછા ભારે પડી રહી છે અને તેમના જીવને જોખમમાં મૂકી રહી છે,જેને લઈને વાલીઓએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.