Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સોસાયટીના કમિટી મેમ્બરે ટોઇલેટ બનાવ્યું દારૂનું ગોડાઉન, પીસીબીએ કરી ધરપકડ

પીસીબીની ટીમે અહીં રેડ કરી ત્યારે સોસાયટીના કોમન પ્લોટમાં આવેલા ટોયલેટમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

અમદાવાદ : સોસાયટીના કમિટી મેમ્બરે ટોઇલેટ બનાવ્યું દારૂનું ગોડાઉન, પીસીબીએ કરી ધરપકડ
X

અમદાવાદ પીસીબી શહેરમાં બુટલેગર પર તવાઈ બોલાવી રહી છે ત્યારે વડોદરા એક્સપ્રેસ પાસે આવેલી તુલસી પાર્ક સોસાયટીમાં દારૂનો જથ્થો ઉતાર્યો છે. એવી માહિતી PCB પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને મળતા બાતમીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. ચારણે રેડ કરી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, તુલસી પાર્કમાં જ રહેતા ભુપેન્દ્ર ઉર્ફે ટીનો સોસાયટીના કમિટી મેમ્બર છે,અને તે દારૂનો કારોબાર કરે છે તેવી બાતમી પીસીબીને મળી હતી. ત્યારબાદ પીસીબીની ટીમે અહીં રેડ કરી ત્યારે સોસાયટીના કોમન પ્લોટમાં આવેલા ટોયલેટમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા ખબર પડી કે ટીના નામના વ્યક્તિ પાસે ચાવી રહેતી હતી. ટીનો રાજસ્થાની દારૂનો જથ્થો મંગાવી અમદાવાદમાં વિવિધ સ્થળે સપ્લાય કરતો હતો. પોલીસે તાળું ખોલી તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

રાજસ્થાનથી આવેલા વિદેશી દારૂની 268 પેટીઓ સોસાયટીના કોમન પ્લોટના ટોઇલેટમાં છુપાવ્યો હતો. પીસીબીએ 3 લાખના દારૂ સાથે કુલ 5 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.આ મામલે આરોપી ભુપેન્દ્ર મહેતા, મધુસુદન ઉર્ફે મહિયો, ચિંટુ રાઠોડની ધરપકડ કરીને રામોલ પોલીસને સોંપયા છે. પોલીસે દારૂની હેરાફેરી માટે વપરાતી વોક્સ વેગન કાર પણ મળી આવી હતી .થોડા દિવસો પહેલા પણ પીસીબીએ રેડ કરી લાખોની કિંમતનો દારૂ પકડ્યો હતો.

Next Story