Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: તબીબે એક જ દિવસમાં 20 બાળકોની સફળતા પૂર્વક ડિલિવરી કરી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાએ ડૉ. પટેલની અદભૂત સિદ્ધિને માન્યતા આપી છે અને તેમને "એક જ દિવસમાં સૌથી વધુ બાળકોને જન્મ આપવા" માટે વિશ્વ વિક્રમ પ્રમાણપત્ર એનાયત કર્યું છે

અમદાવાદ: તબીબે એક જ દિવસમાં 20 બાળકોની સફળતા પૂર્વક ડિલિવરી કરી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
X

એક જ દિવસમાં સૌથી વધુ બાળકોના જન્મ નો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. અમદાવાદ નવા નરોડા વિસ્તારમાં જાણીતા ગાયનેકોલોજીસ્ટ ઑબ્સ્ટેટ્રિશિયન અને વંધ્યત્વ ના નિષ્ણાત ડૉ. મોહીલ પટેલે એક જ દિવસમાં સૌથી વધુ બાળકોના ઓપરેશન અને ડિલિવરીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ડૉ. પટેલે 19 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના શુભ અવસર પર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ડૉ. પટેલે એક જ દિવસમાં 20 બાળકોને સફળતાપૂર્વક જન્મ આપ્યો અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાએ ડૉ. પટેલની અદભૂત સિદ્ધિને માન્યતા આપી છે અને તેમને "એક જ દિવસમાં સૌથી વધુ બાળકોને જન્મ આપવા" માટે વિશ્વ વિક્રમ પ્રમાણપત્ર એનાયત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં આ અગાઉ એક સાથે 15 બાળકના જન્મનો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ રેકોર્ડ બનાવવો એ એક અદ્ભુત લાગણી છે. અમારા મગજમાં કોઈ રેકોર્ડ ન હતો, પરંતુ અમને લાગ્યું કે અમે જન્માષ્ટમીના પર્વ પર 20 બાળકોના જન્મ કરવામાં સફળ થયા ત્યારે અમે કંઈક વિશેષ કર્યું છે.

અમે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તે જાણીને અમને સુખદ આશ્ચર્ય થયું. હું આ વિશ્વ વિક્રમ મારી ટીમ તથા જે માતા-પિતા તેમના બાળકોને જન્મ આપવા માટે અમારા પર વિશ્વાસ મૂક્યો હતો તેમના અને તે દિવસે અમારી હોસ્પિટલમાં જન્મેલા નાના કૃષ્ણ અને રાધાને સમર્પિત કરવા માંગુ છું. ડો. મોહીલ પટેલે એક દિવસમાં સૌથી વધુ બાળકોને જન્મ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો જે અંગે અમારો સંપર્ક તેમની ટીમે કર્યો હતો. આ પહેલા પણ સુરતનાં ડોકટર 15 બાળકોને એક જ દિવસ ડિલિવરી કરવાનો રેકોર્ડ કર્યો હતો. ત્યારે આ વર્ષે કરવામાં આવેલ રેકર્ડમાં 20 બાળકોમાંથી 15 પુરુષ જ્યારે 5 બાળકોનો જન્મ થયો છે.

Next Story