Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કારના સાયલન્સરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ, વાંચો કેવી રીતે ગુનાને આપતા હતા અંજામ

રાતના સમયે સીસીટીવી ના હોય તેવી જગ્યાએ પાર્ક કરેલી ઇકો કાર ના સાઈલેન્સર ચોરી કરવામાં આવતા હતા.

અમદાવાદ: કારના સાયલન્સરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ, વાંચો કેવી રીતે ગુનાને આપતા હતા અંજામ
X

અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી ઇકો ગાડીના સાઈલેન્સર ચોરવાના અનેક કિસ્સા સામે આવ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાતના સમયે ઇકો કાર માંથી સાઈલેન્સર ચોરી થતી હતી. જોકે શહેરમાં સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં આ સાઈલેન્સર ગેંગ સક્રિય હતી. પોલીસે હાલ આ સાઈલેન્સર ચોરતી ગેંગ ને પકડી પાડી છે.

આ ગેંગની પૂછપરછમાં સાઈલેન્સર ચોરી કરવા માટેની પદ્ધતિ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ઇકો ગાડી ના સાઈલેન્સર ચોરતી ટોળકી સક્રિય બની હતી. રાતના સમયે સીસીટીવી ના હોય તેવી જગ્યાએ પાર્ક કરેલી ઇકો કાર ના સાઈલેન્સર ચોરી કરવામાં આવતા હતા.

આ આરોપીઓ ત્રણ સ્ટેપમાં ચોરી કરતા હતા.જેમાં તેઓ સાઈલેન્સર ચોર ગેંગના સાત જેટલા સભ્યો હતા. જેથી બે સભ્યો સીસીટીવી નો હોય તેવી જગ્યાએ પાર્ક કરેલી ઇકો કાર પાર્ક કરેલ હોય તેની રેકી કરતા હતા. ત્યારબાદ બે સભ્યોની રેકી બાદ ઇકો કાર ની જગ્યા અન્ય ત્રણ સભ્યોને જણાવતા હતા. રાતના સમયે ત્રણ સભ્યો રેકી કરેલી ઇકો કાર સાઇલેન્સર ની ચોરી કરતા હતા. આ ત્રણ સભ્યો કોઈ ગેરેજ કે અન્ય જગ્યાએ નોકરી કરતા હતા કે જ્યાં તેણે સાઈલેન્સર ખોલીને ફિટ કરતા શીખવું હતું.

સાઈલેન્સર ચોરી થયા બાદ તેના વેચાણ માટે અન્ય બે સભ્યો કામ કરતા હતા. આ સભ્યો હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સાઇલેન્સર ચોર ગેંગ પાસેથી 13 જેટલા સાઈલેન્સર, એક કટર અને એક બાઈક કબજે કર્યું છે સાઈલેન્સર ચોરી બાદ અંદાજે 8 થી 10 હજાર રૂપિયામાં તેને વેચવામાં આવતું હતું. મહત્વનું છે કે સાઈલેન્સર ની અંદર આવેલી માટીમાં ધાતુનું પ્રમાણ પણ હોય છે અને બજારમાં આ ધાતુની કિંમત ખૂબ ઊંચી હોય છે. જેથી ઇકો ના નવા સાઈલેન્સર પણ ખૂબ મોંઘા ભાવે મળે છે એટલે માટે ચોરી કરેલા સાઈલેન્સર પણ 8 થી 10 હજાર માં વેચવામાં આવતા હતા.

આ ઉપરાંત પોલીસે સાઈલેન્સર ચોર ગેંગ ઓનલાઇન ટ્રાંજેક્શન પણ ચેક કરતા એક લાખ જેટલા રૂપિયા જમા થયા હોવાનું પણ સામે આવ્યું છે. જેના પરથી પોલીસને શંકા છે કે હજી વધુ સાઈલેન્સર ચોરી કરવામાં આવી હોઈ શકે

Next Story