Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: દૂધ ડેરી પાસેથી તરછોડાયેલી હાલતમાં નવજાત બાળક મળી આવ્યું, સફાઈ કામદારે બચાવ્યો જીવ

બાળક સારવાર હેઠળ હોવાથી રામોલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: દૂધ ડેરી પાસેથી તરછોડાયેલી હાલતમાં નવજાત બાળક મળી આવ્યું, સફાઈ કામદારે બચાવ્યો જીવ
X

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કામદાર આજે સવારે જ્યારે સફાઈ કરી રહ્યા હતા એક નવજાત શિશુ રોવાનો અવાજ આવતા ચેક કરતાં જોયું તો કચરાપેટીમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. ભરતભાઈ સોલંકી જે સફાઈ કરતા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વસ્ત્રાલમાં તક્ષશિલા રોડથી કર્ણાવતી ચાર રસ્તા સુધીના રોડ રસ્તાની સફાઈ કરવાની જવાબદારી તેઓની છે. જ્યારે તે સફાઈ કરતા હતા તે વખતે ડેરી પાસે કચરાના ડબ્બામાંથી નાનું બાળક રડતું હોવાનો અવાજ આવતા તેઓ તાત્કાલિક ડબ્બા પાસે જઈને તપાસ કરવા લાગ્યા હતા.

ત્યાં જઈને જોયું તો નાનું નવજાત બાળક રડતું હતું. જેથી તેઓએ ડેરીના માણસને બોલાવ્યા હતા અને આસપાસના માણસો પણ ભેગા થઈ ગયા હતા. ડબ્બામાંથી બાળકને બહાર કાઢી જોતા બાળક છોકરો હતો અને તેની ડુંટી ના ભાગે નાળ જોડાયેલી હતી અને બાળક તાજુ જન્મેલું હોય તેવું લાગતું હતું. જેથી તેઓએ તેઓના સ્ટાફ તથા પોલીસને ફોનથી જાણ કરી હતી. આસપાસમાં તેઓએ પૂછપરછ કરતા બાળકનું વાલી વારસ કોઈ મળી આવ્યું નહોતું. જેથી તાત્કાલિક બાઈક ઉપર આદિનાથ અર્બન હેલ્થ સેન્ટર ખાતે બાળકોને સારવાર માટે લઈ ગયા હતા.

જ્યાં પ્રાથમિક તપાસ કરી ડોક્ટરે આ બાળકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું જણાવતા 108 દ્વારા નવજાત બાળકને સિવિલ હોસ્પિટલ સારવાર કરાવવા લઈ ગયા હતા. જ્યાં બાળક સારવાર હેઠળ હોવાથી રામોલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Next Story