Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીએ યોજી પ્રશિક્ષણ શિબિર…

પંજાબમાં આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય બાદ ગુજરાતમાં AAPના કાર્યકરોમાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે,

X

પંજાબમાં આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય બાદ ગુજરાતમાં AAPના કાર્યકરોમાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદ ખાતે AAPના પ્રદેશ આગેવાનોની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓને લઈને દરેક રાજકીય પાર્ટીઓ હવે વ્યસ્ત થઇ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટી તો ઘણા સમયથી તૈયારીઓમાં લાગી છે. તો બીજી તરફ પંજાબમાં AAP પાર્ટીના ભવ્ય વિજય બાદ અમદાવાદ ખાતે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાય હતી. આ શિબિરમાં AAP ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી રાજેશ શર્મા, AAP નેતા ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને AAP પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ શિબિરમાં ખાસ AAP ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી, ફ્રન્ટલ સંગઠન અધ્યક્ષ, પ્રદેશ પ્રવક્તા સહિતના પ્રદેશ હોદ્દેદારો અને મહાનગરો/જીલ્લાઓ અને શહેર પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રશિક્ષણ શિબિરમાં ગુજરાતની તમામ 182 વિધાનસભાના પ્રભારીઓ, સોશીયલ મીડીયાના ઈન્ચાર્જને દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા છેલ્લા 7 વર્ષમાં કરવામાં આવેલા શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, રોડ-રસ્તા, સરકારી કામો સહિતના ઐતિહાસિક કામો અંગે માહિતી આપવામાં આવી હતી.

આ સાથે જ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે માત્ર થોડા જ દિવસોમાં કરેલા મહત્વના નિર્ણયો જેવા કે, 25 હજાર યુવાનોને રોજગાર, ઈયળોના ત્રાસથી ખેડૂતોના પાકને થયેલ નુકસાનની સહાય અને ભષ્ટ્રચાર વિરુદ્ધ હેલ્પલાઈન જેવા કામોને ગુજરાતમાં જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો છે. આ સિવાય દરેક વિધાનસભામાં તા. 21 માર્ચથી 30 માર્ચ દરમ્યાન તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની જનતાના પાયાના પ્રશ્નોનુ લોક આંદોલન થકી નિરાણકરણ લાવવું તેમજ જનસેવાના દરેક કાર્યોમાં જોડાઈને ગુજરાતની જનતાની સેવામાં સતત અવિરત કામ કરતા રહેવું તે આ પ્રશિક્ષણ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

Next Story