અમદાવાદ : AAPના BJP પર પ્રહારો, રાજયમાં આરોગ્યલક્ષી સુવિધાઓના ધાંધિયાનો આક્ષેપ

ગુજરાત સરકાર સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ અસંવેદનશીલ દિવસ મનાવ્યો હતો.

New Update
અમદાવાદ  : AAPના BJP પર પ્રહારો, રાજયમાં આરોગ્યલક્ષી સુવિધાઓના ધાંધિયાનો આક્ષેપ

ગુજરાત સરકાર સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ અસંવેદનશીલ દિવસ મનાવ્યો હતો.આમ આદમી પાર્ટીના ભેમા ચૌધરીએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર જે ઉજવણી કરી રહી છે તે યોગ્ય નથી અને જે સરકાર પોતાને સંવેદનશીલ ગણાવે છે તે અસંવેદનશીલ છે. કોરોના કાળમાં આજ સરકારમાં અનેક લોકોએ ઓક્સિજનની અછત અને પર્યાપ્ત મેડિકલ સુવિધા ના હોવાને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ એક હજાર માણસોની વસતી સામે એક નિષ્ણાંત તબીબ હોવો જોઇએ પરંતુ ભારતમાં દર એક હજાર પાંચસો માણસોની વસતીએ એક તબીબ છે. PHC કેન્દ્રો ઉપર 24 કલાક ડોક્ટર હોવા જોઈએ તેમ છતાં આખા ગુજરાતના એક પણ PHC કેન્દ્રો પર રાત્રીના સમય દરમિયાન ડોક્ટર જોવા મળતા નથી.તે આ સરકારની નિષ્ફળતા છે