Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઓગસ્ટ માસની રજાઓ માટે એસટી નિગમનું આગોતરું આયોજન,વધારાની એસ.ટી.બસ દોડાવવામાં આવશે

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં રજા લઈ લોકો ફરવા જવા માટે પ્લાન બનાવી રહ્યા છે. લોકો ફરવા જાય ત્યારે ટ્રાન્સપોર્ટ સુવિધા સારી મળી રહે

અમદાવાદ: ઓગસ્ટ માસની રજાઓ માટે એસટી નિગમનું આગોતરું આયોજન,વધારાની એસ.ટી.બસ દોડાવવામાં આવશે
X

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં રજા લઈ લોકો ફરવા જવા માટે પ્લાન બનાવી રહ્યા છે. લોકો ફરવા જાય ત્યારે ટ્રાન્સપોર્ટ સુવિધા સારી મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ડેપોમાંથી પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખીને વધારાની બસો દોડાવવામાં આવશે. રક્ષાબંધન, જન્માષ્ટમી, લોકમેળામાં જતા મુસાફરો માટે એસટી નિગમ વિશેષ આયોજન કર્યું.રાજ્યમાં ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જવા માટેનો પ્રવાસીઓનો ધસારો વધી જતો હોય છે. ત્યારે સસ્તી,સલામતીની મુસાફરોને લાભ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા તમામ ડેપો મેનેજર ને સૂચના આપવામાં આવી છે.

તહેવારોમાં દર વર્ષે મુસાફરોનો ધસારો વધી જતો હોય છે ત્યારે દર વર્ષના ડેટા નો અભ્યાસ કરી આગોતરું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે. 7 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન એકસ્ટ્રા બસ નું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે રક્ષાબંધનનો તહેવાર જન્માષ્ટમી જાહેર રજાઓ અને લોકમેળો અને ધ્યાને રાખી એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસ ચલાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તો ગ્રુપમાં ટિકિટ બુક કરાવો છો અને રિર્ટન ટિકિટ સાથે બુક કરાવો છો તો 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે. અમદાવાદ વડોદરા સુરત રાજકોટ સહિતના ડિવિઝનમાંથી વધારાની બસ દોડાવવા માટે નું વિશેષ આયોજન કરી દેવામાં આવ્યું છે મહાનગરો, જિલ્લા મથક, તાલુકા મથકોને જોડતી સર્વિસની પીક અવર્સ દરમિયાન ફ્રિકવન્સી વધારવા સૂચના આપવામાં આવી છે. તેમજ ટ્રાફિક સુપરવાઇઝરની અગત્યના પોઈન્ટ ફરજ પર હાજર રહેશે

Next Story