Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: અમિત શાહે રાજ્યમાં 1 લાખ વૃક્ષો વાવવાનું શરૂ કરાવ્યુ અભિયાન

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે અમદાવાદ- ગાંધીનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

અમદાવાદ: અમિત શાહે રાજ્યમાં 1 લાખ વૃક્ષો વાવવાનું શરૂ કરાવ્યુ અભિયાન
X

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે અમદાવાદ- ગાંધીનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મિશન મિલિયન ટ્રી નો પ્રારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમ સંબોધતાં અમિત શાહે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ નાનકડો જરૂર છે.પરંતુ મહત્વની છે.તેમણે ઉમેર્યું હતું કે,વૃક્ષોના વાવેતર ની દ્રષ્ટિએ ગાંધીનગર લોકસભા વિસ્તાર, ગુજરાતની હરિયાળીને ને વધુ ગાઢ કરવા નિશ્ચિત પ્રયાસ જરૂરી છે. સૌ નાગરિકો એ ભેગા થઈ પોતાના ગામ અને સોસાયટીમાં જેટલા ઘર કે એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ હોય તે દીઠ એક વૃક્ષ તો વાવવું જોઈએ જો વરસાદ લાવવો હોય તો વૃક્ષો વધુ વાવવા પડે. આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં તાપમાન વધવા માંડ્યું છે. અને ધીમે ધીમે ઓઝોનનું લેયર પણ પાતળું થઈ રહ્યું છે. ત્યારે આ પરિસ્થિતિ કાબૂ કરવી હશે તો વધુમાં વધુ વૃક્ષો વાવવા પડે .મે ધારાસભ્ય સહિત આગેવાનો ને પત્ર લખ્યો છે. વૃક્ષ ક્યાંથી મળશે તે પણ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 2 વર્ષમાં 4 કરોડ વૃક્ષો પેરામિલિટરી ફોર્સ કેમ્પસમાં વાવ્યા, તેમણે કહ્યું કે, આપણે જેટલું પ્રદૂષણ કર્યું તેટલું કુદરત ને પાછું આપી દઈએ.

Next Story