અમદાવાદ : જૈન સમાજના 74 દીક્ષાર્થીઓની વર્ષીદાની શોભાયાત્રા નીકળી, સીએમ રહયાં હાજર

જૈન સમુદાયના 74 યુવક અને યુવતીઓ તારીખ 29મી નવેમ્બરના રોજ સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરવા જઇ રહયાં છે.

New Update
અમદાવાદ : જૈન સમાજના 74 દીક્ષાર્થીઓની વર્ષીદાની શોભાયાત્રા નીકળી, સીએમ રહયાં હાજર

જૈન સમુદાયના 74 યુવક અને યુવતીઓ તારીખ 29મી નવેમ્બરના રોજ સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરવા જઇ રહયાં છે ત્યારે અમદાવાદમાં દીક્ષાર્થીઓની વર્ષીદાની શોભાયાત્રા નીકળી હતી...

જૈન ધર્મમાં દીક્ષાનું અદકેરૂ મહત્વ રહેલું છે..દીક્ષાર્થીના મહાભિનિષ્ક્રમણની ઉજવણી અંતર્ગત અમદાવાદમાં હજારો ભાવિકોની ઉપસ્થિતમાં વર્ષીદાની શોભાયાત્રા યોજાઈ. જેમાં સામેલ તમામ મુમુક્ષુ આગામી 29 નવેમ્બર સુરતમાં દીક્ષા ગ્રહણ કરીને ઇતિહાસ રચશે. વર્ષીદાન વરઘોડો અમદાવાદ શહેરના ઉસ્માનપુરાના સુમતિનાથ જિનાલાયથી ઋજુવાલિકા ફ્લેટથી સત્યવાદી સોસાયટી થઇ પંચશીલ રેસીડેન્સી પહોંચ્યો હતો.

વરઘોડામાં 74 મુમુક્ષો માટે ભવ્ય રીતે તૈયાર કરેલી શિબિકા, આકર્ષક ટેબ્લો, દેશભરમાંથી આવેલી મંડળીઓ અને સાધુ સમુદાય પણ જોડાયો હતો. હવે આગામી 27 ઓક્ટોબરે હિંમતનગરમાં તમામ મુમુક્ષુ નો વર્ષીદાનનો વરઘોડો યોજાશે. ત્યારબાદ 29 નવેમ્બર સુરતના શાંતિ વર્ધક જૈન સંઘ પાલ ખાતે સૂરિ જિન સંયમ કૃપા પાત્ર જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજી ની નિશ્રામાં એક સાથે 74 મુમુક્ષો દીક્ષા લઈ સંસારનો ત્યાગ કરશે સીએમ ભુપેન્દ્ર પટેલ પણ આ શોભાયાત્રામાં સામેલ થયાં હતા અને દિક્ષાર્થીઓનું અભિવાદન કર્યું હતું .

Latest Stories