Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બોપલ વિસ્તારના હુક્કાબારમાં પોલીસની રેડનો મામલો, FSLના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તાર કે, જે શહેરના પોશ વિસ્તારમાં ગણાય છે, ત્યાં ડીજી વિજિલન્સ ટીમ દ્વારા હુક્કાબાર ઝડપી પાડવામાં આવ્યું હતું.

અમદાવાદ : બોપલ વિસ્તારના હુક્કાબારમાં પોલીસની રેડનો મામલો, FSLના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
X

અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તાર કે, જે શહેરના પોશ વિસ્તારમાં ગણાય છે, ત્યાં ડીજી વિજિલન્સ ટીમ દ્વારા હુક્કાબાર ઝડપી પાડવામાં આવ્યું હતું. સેક્રેડ-૯ હુક્કાબારમાં દરોડા પાડી 68 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં FSLની મદદ લઈ તપાસ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયા છે.

બોપલમાં સેક્રેડ-9 હુક્કાબારમાં DG વિજિલન્સની ટીમના દરોડા મુદ્દે FSL તપાસ દરમ્યાન નિકોટીન મળી આવ્યું છે. આથી આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. દરમિયાન પોલીસે 13 હર્બલ ફ્લેવર અને 29 હુક્કા જપ્ત કર્યા હતા. તેમજ કાફેના સંચાલક સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, છેલ્લા 4 મહિનાથી આ હુક્કાબાર ધમધમતું હતું. શહેરના એસજી હાઇવે, બોપલ, સિંધુભવન રોડ સહિતના પોશ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી પાર્ટી હબ બનીને ઊભરી આવ્યા છે. સાંજે 6 વાગે એટલે પોશ વિસ્તારની રોનક બદલાઈ જાય છે, અને પાર્ટીઓ શરૂ થઈ જાય છે. મોડી રાતે યોજાતી આ પાર્ટીમાં શરાબ, શબાબ, ડ્રગ્સ તેમજ હુક્કાનું આયોજન પણ થાય છે. જોકે, સામે યુવાધનની આવી પાર્ટીઓનું આયોજન પર પાણી ફેરવી દેવા માટે પોલીસ પણ સતત એલર્ટ મોડમાં હોય છે. જે અનુસંધાને સ્ટેટ મોનિટરિંગ સેલ અને સરખેજ પોલીસ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંબલી રોડ પર ધમધમતા એક હુક્કાબાર પર પર દરોડા પાડ્યા હતા.

Next Story