Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : તા. 15 સપ્ટેમ્બરે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને વધુ એક વચન આપ્યું છે.

અમદાવાદ : તા. 15 સપ્ટેમ્બરે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી.વેણુગોપાલ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, 'ગુજરાતમાં 5 સપ્ટેમ્બરથી કોંગ્રેસ નું ચૂંટણી કેમ્પેઈન શરૂ થશે. તો 15 સપ્ટેમ્બર કોંગ્રેસ પોતાના પ્રથમ ઉમેદવારની યાદી જાહેર કરશે. મહત્વનું છે કે, 5 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી ગુજરાત આવશે, ત્યારે ગુજરાતમાં ચૂંટણી કેમ્પેઈનનો પ્રારંભ કરાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને વધુ એક વચન આપ્યું છે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા પર જૂની પેન્શન યોજના લાગુ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ સ્વાસ્થ્ય અને સરકારી કર્મીઓ માટે તેમજ કૃષિક્ષેત્રે રાજસ્થાન મોડલ અપનાવશે, તો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે, તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાન જેવું જ આરોગ્યનું મોડલ ગુજરાતમાં લાગુ કરવાનું વચન આપ્યું છે, તેમજ જૂની પેન્શન યોજના લાગુ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. કોંગ્રેસે જો ગુજરાતમાં અમારી સરકાર બનશે, તો ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના લાગુ કરીશું તેવું વચન આપ્યું છે.

Next Story