Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : માલેતુજાર મહિલાઓ સાથે સંભોગની લાલચ આપી યુવાનોને છેતરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદ : માલેતુજાર મહિલાઓ સાથે સંભોગની લાલચ આપી યુવાનોને છેતરતી ટોળકી ઝડપાઈ
X

માલેતુજાર મહિલાઓ સાથે સંભોગ કરવાની લાલચ આપી યુવાનો પાસેથી નાણા ખંખેરી લેતી ટોળકી અમદાવાદ ક્રાઇમ બ્રાંચના હાથે ચઢી છે. ટોળકીએ અત્યાર સુધી અનેક યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધાં છે..

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયેલા યુવક અને યુવતી ફેસબુક ઉપર ફેક આઈડી બનાવીને લોકોને લાલચ આપતા હોવાનું સામે આવ્યું છે. તેઓ યુવકો સાથે મિત્રતા બાંધીને પછી માલેતુજાર મહિલાઓ સાથે શારીરીક સંબંધોની વાત કરતાં હતાં. મહિલાઓ સાથે સંબંધના બદલામાં ઉંચી રકમ મળશે તેવી પણ લાલચ આપવામાં આવતી હતી. આ ટોળકીના હાથે છેતરાયેલાં ભાવેશ પટેલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની સાથે ચેટીંગ દરમિયાન યુવકે પોતે એસ્કોર્ટ નામની કંપની ચલાવે છે અને તેમની કંપની માલેતુજાર મહિલાઓ સાથે શારીરીક સંબંધોના બદલામાં ઉંચી રકમ આપે છે તેમ જણાવી ભાવેશ પટેલને ફસાવી દીધાં હતાં. તેમની પાસેથી પ્રોસેસ ફીના 500 રૂપિયાની નાણા પડાવવાની શરૂઆત કરવામાં આવી હતી.


તારીખ 31-03-2021 થી 31-06-2021 સુધી અલગ અલગ મોબાઇલ નંબરથી વાતચીત કરી 7.10 લાખ રૂપિયાની માતબર રકમ પડાવી લેવામાં આવી હતી. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેમણે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમનો મોબાઇ ટ્રેસ કરવામાં આવ્યો અને તેનું લોકશન વડોદરા ખાતે મળી આવ્યું હતું.જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે આકાશ અને આરોપી જૈમીકાની ધરપકડ કરી હતી.તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સીમકાર્ડ અને ત્રણ મોબાઈલ ફોન તથા અલગ અલગ બેન્કની પાસબુક તેમજ ચેકબુક કબજે લેવાય છે.

Next Story