Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ 'અક્ષરધામ એક્સપ્રેસ' તરીકે ઓળખાશે: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

અમદાવાદમાં 15 ડિસેમ્બરથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે

અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ અક્ષરધામ એક્સપ્રેસ તરીકે ઓળખાશે: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
X

અમદાવાદમાં 15 ડિસેમ્બરથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારત સરકારના રેલવે, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવ્યા હતા. અશ્વિની વૈષ્ણવે પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ 'અક્ષરધામ એક્સપ્રેસ' તરીકે ઓળખવાની જાહેરાત કરવામાં આવી છે.આ મહોત્સવમાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અને અધિકારીઓ પણ પોહચી રહ્યા છે ત્યારે આઇટી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ અહીં પહોંચ્યા હતા તેમણે પ્રમુખસ્વામી નગર ની મુલાકાત લીધી હતી અને સંતો ના આશીર્વાદ પણ લીધા હતા ત્યારબાદ તેમણે જાહેરાત કરી હતી કે પૂજ્ય પ્રમુખ સ્વામી એક દિવ્ય સંત હતા અને તેની યાદગીરી રૂપે હવે દિલ્હી અમદાવાદ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ અક્ષરધામ એક્સપ્રેસ તરીકે ઓળખાશે તો સાથે 15 ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી સુધીમાં કુલ 11 હજાર બોટલ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું છે. આ રક્તદાન શહેરની 15થી વધુ હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવશે. શતાબ્દી મહોત્સવમાં રક્તદાન કરવા માટે વિશાળ ડોમની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડોમમાં 400થી વધુ ડોકટરોની ટીમ અને મેડિકલ ટીમ 24 કલાક સુધી કાર્ય કરીને સેવા આપે છે

Next Story