Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દિલ્હીના ભેજાબાજે 20થી વધુ વેપારીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો...

અમદાવાદમાં એક ભેજાબાજે 20થી વધુ વેપારીઓ પોતાની જાળમાં ફસાવી રૂપિયા 1 કરોડથી વધુનો ચૂનો લગાવ્યો છે

અમદાવાદ : દિલ્હીના ભેજાબાજે 20થી વધુ વેપારીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો...
X

અમદાવાદમાં એક ભેજાબાજે 20થી વધુ વેપારીઓ પોતાની જાળમાં ફસાવી રૂપિયા 1 કરોડથી વધુનો ચૂનો લગાવ્યો છે. હોમ એપ્લાયન્સીસ ચીજ વસ્તુઓ આપવાના બહાને ઠગે વેપારી સાથે છેતરપિંડી કરી હતી. આ ઠગ વેપારીની લાલચમાં આવી આખરે શહેરના 20થી વધુ વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. દિલ્હીથી આવેલા એઠ ઠગ મહાશયે વેપારીઓના 1 કરોડથી વધુ રુપિયા ચાઉ કરી ફરાર થઈ ગયો છે.

દિલ્હીના ઠગ મોહિત જૈને અમદાવાદમાં સનરાઈઝ હોમ એપ્લાયન્સીસ નામથી દુકાન શરૂ કરી હતી. જેમાં કિચન સહિત અન્ય ચીજવસ્તુઓ નો ધંધો શરૂ કર્યો હતો. શહેરના અલગ-અલગ વેપારીઓ પાસેથી તેણે માલ લેવાનું શરૂ કર્યું હતું. મોહિત માલ સામગ્રી ખરીદી સમયસર વેપારીઓને પેમેન્ટની ચુકવણી કરવા લાગ્યો જેનાથી મોહિત પ્રત્યે વેપારીઓને વિશ્વાસ થવા લાગ્યો અને આ જ વિશ્વાસ વેપારીઓને ભારે પડ્યો હતો. એક વર્ષ પહેલા મોહિત વેપારીઓનું ફુલેકુ ફેરવી ફરાર થઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, દિલ્હીમાં મોહિત જૈન એક કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો, અને હોમ એપ્લાયન્સીસ વસ્તુઓના માર્કેટિંગ માટે અમદાવાદ વારંવાર આવતો હતો.

જેથી અમદાવાદના હોલસેલના વેપારી તેના સંપર્કમાં હતા. બાદમાં 2018માં અમદાવાદ આવી તેણે પોતાનો બિઝનેસ શરુ કર્યો હતો અને વેપારીને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી હતી. ઠગ મોહિત જૈને અગાઉ દિલ્હીમાં પણ અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. દિલ્હી બાદ અમદાવાદના વેપારી સાથે ઠગાઈ કરીને ઠગ વેપારી ફરાર થઇ ગયો. વેપારીઓની સંખ્યા 20થી વધુ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે, હજુ પણ આ આંકડો વધી શકે તેવી શક્યતા છે. હાલમાં સરખેજ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Next Story