ગણેશ મહોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા અમદાવાદમાં 70 જેટલા કૂતરીમ જળકુંડ બનાવવામાં આવી રહ્યા છે જેમાં જ પ્રતિમાઓનું વિસર્જન કરવાનું રહેશે.
કોરોનાકાળ વચ્ચે આખરે સરકાર દ્વારા ગણેશ મહોત્સવને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકારના નિયમોનું પાલન કરીને તથા કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરીને ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સાર્વજનિક કે ઘરમાં ગણપતિની 4 ફૂટની માટીની મૂર્તિ રાખવા માટેની મંજૂરી અપાઈ છે ત્યારે અમદાવાદના પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે કુંડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 70 કુંડ અલગ-અલગ જગ્યા બનાવવામાં આવશે.
આ કુંડની લંબાઈ અને પહોળાઈની જો વાત કરવામાં આવે તો કુંડની લંબાઈ 70 મીટર લાંબી અને 9 મીટર પહોળી છે. તથા 2.70 મીટર કુંડની ઊંડાઈ છે.જેમાં 4 ફૂટની માટીની ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. ગણેશ મહોત્સવની ઉજવણી માટે આયોજકે પોલીસ સ્ટેશનથી મંજૂરી લેવી પડશે. તથા દર્શનાર્થીઓને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવાની જવાબદારી આયોજકોની રહેશે.તેમજ ગણપતિની વિસર્જન યાત્રા માટે માત્ર 15 વ્યક્તિને જ જવાની મંજૂરી અપાઈ છે. જેમાં તે 15 વ્યક્તિના નામ, સરનામા તથા નંબર પોલીસને આપવા પડશે. આ ઉપરાંત વિસર્જનયાત્રાની પણ મજૂરી લેવી પડશે અને ગણપતિની મૂર્તિનું વિસર્જન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડમાંજ કરવાનું રહેશે.