અમદાવાદ : શિક્ષકો સહિત આરોગ્યકર્મીઓ હડતાળના માર્ગે, કહ્યું માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરીશું

ગુજરાતમાં આજથી જૂની પેન્શન યોજના લઈને શિક્ષકોનું આંદોલન શરૂ થયું છે. જેમાં અન્ય ખાતાના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે

અમદાવાદ : શિક્ષકો સહિત આરોગ્યકર્મીઓ હડતાળના માર્ગે, કહ્યું માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર  આંદોલન કરીશું
New Update

ગુજરાતમાં આજથી જૂની પેન્શન યોજના લઈને શિક્ષકોનું આંદોલન શરૂ થયું છે. જેમાં અન્ય ખાતાના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ કલેકટર કચેરી ખાતે અલગ અલગ વિભાગના સરકારી કર્મચારીઓ રેલી સાથે પોતાની માંગણીઓ મુદ્દે રજૂઆત કરવા પહોચ્યા હતા. જેમાં આરોગ્ય શિક્ષણ વિભાગ સહિતના કર્મચારીઓ આંદોલનના માર્ગે ઉતરી આવ્યા છે,

ત્યારે અમદાવાદ કલેકટર કચેરી ખાતે સંયુક્ત મોરચા સંઘ દ્વારા પોતાની વિવિધ માંગણી જેવી કે, જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવી, ફિક્સ પગાર પ્રથા બંધ કરીને નિમણૂકથી તમામ લાભ આપવા 1-1-2016થી સાતમાં પગારપંચ બાકીના ભથ્થા આપવા રહેમરાહે નિયુક્ત કર્મચારીઓની નોકરી સળંગ ગણવી કેન્દ્ર સરકારના કર્મચારીઓ મફત રાજ્ય સરકારના કર્મચારીઓને ઉચ્ચતર પગાર લાભ આપવો, તો રૂપિયા 10 લાખની મર્યાદામાં કેશલેસ મેડીક્લેઈમ મર્યાદા આપવી અને વય નિવૃત્તિ 58 વર્ષથી વધારી 60 વર્ષ કરવી તે બાબતે રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ માગણી નહી સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવા અંગે પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

#gujarati samachar #અમદાવાદ #teachers #GujaratConnect #હડતાળ #Ahmedabad #health workers #Jitu Vaghani #Amdavada News #Dead #strike #આંદોલન
Here are a few more articles:
Read the Next Article