Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ICAI એ દુનિયાના બીજા નંબરનું એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂશન બન્યું.

અમદાવાદ ખાતે 'ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા'ની મેમ્બર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ : ICAI એ દુનિયાના બીજા નંબરનું એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂશન બન્યું.
X

અમદાવાદ ખાતે 'ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા'ની મેમ્બર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાકાળમાં વિશ્વના મોટા મોટા દેશ જ્યારે થાકી ગયા હતા અને દેશનો આર્થિક વિકાસ પણ રૂંધાઈ ગયો હતો ત્યારે નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો રોડમેપ તૈયાર કર્યો. આ રોડ મેપને કારણે આજે દરેક ક્ષેત્ર આત્મનિર્ભર બનાવવાની દિશામાં દેશ આગળ વધી રહ્યો છે.

ગુજરાત પણ પીએમ નરેન્દ્ર માર્ગદર્શનમાં અનેક પથ પર પ્રગતિ કરી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવ્યું છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે એમ તેમણે ઉમેર્યું હતું આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ સૌ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને અપીલ કરતા કહ્યું કે તેઓ દેશના આર્થિક વિકાસ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થાય આજે ICAI એ દુનિયાનું બીજા નંબરનું એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂશન બની ગયું છે.

કોરોનાના કારણે આ વર્ષે ૧૦૦૦૦ લોકોએ સી.એ ની પરીક્ષા આપી જેમાંથી ૯૦૦૦ લોકો પાસ થયા અને ૧૧૦૦૦ રોજગારી એકાઉન્ટિંગની ફિલ્ડમાં ICAI કેમ્પસ પ્લેસમેન્ટ માંથી જ આવી છે જે આપણા માટે આનંદની વાત છે. એટલુ જ નહી આપણે વર્લ્ડ કોંગ્રેસ એકાઉન્ટિંગ મુંબઈમાં હોસ્ટ કરવા જઈ રહ્યા છીએ એ આપણા દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે.ICAI દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે નોર્થ ઇસ્ટના કોઈપણ વિદ્યાર્થી જો ગુજરાતમાંથી આ કોર્સ કરે તો તેમને ૭૫%ની ફી માફ કરવામાં આવશે.

Next Story