Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: અસહ્ય ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસમાં વધારો,રોજ નોંધાઈ રહ્યા છે 100થી વધુ કેસ

શહેરમાં પડી રહેલ કાળઝાળ ગરમીના કારણે તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ઝાડા ઉલ્ટીના રોજના 100 જેટલા કેસ નોંધાઇ રહ્યા છે.

X

અમદાવાદ શહેરમાં પડી રહેલ કાળઝાળ ગરમીના કારણે તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ઝાડા ઉલ્ટીના રોજના 100 જેટલા કેસ નોંધાઇ રહ્યા છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહ ગરમી પારો ઉંચો જોવા મળી રહ્યો છે. જેના કારણે શહેરની ઇમરજન્સી સર્વિસ 108માં હિટ સ્ટ્રોકના 8 કેસ નોંધાયા છે. આ ઉપરાંત પેટના દુખાવો,ઝાડા ઉલ્ટીના કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઝાડા ઉલ્ટીના રોજના 100 જેટલા કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં અત્યાર સુધી 30 જેટલા દર્દી હોસ્પિટલ દાખલ છે.રાજ્યમાં છેલ્લા 10 દિવસથી જાણે આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા હોય તેમ ભારે ગરમી માહોલ જોવા મળી રહ્યો છે.ભારે ગરમીના કારણે બપોરના સમયે રોડ રસ્તા પણ સુમશાન જોવા મળી રહ્યા છે.ત્યારે આગામી 5 દિવસ સુધી શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. હાલમાં ગરમીનો પારો 43 ડીગ્રી ઉઓર જોવા મળી રહ્યો છે. જેને લઈને હિટસ્ટ્રોક થવાના કેસ પણ સામે આવી રહયાં છે.

Next Story