Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વેક્સિનના બીજા ડોઝ પ્રત્યે લોકોમાં ઉદાસીનતા, કોર્પોરેશન દ્વારા કોલ સેન્ટર ઉભા કરાયા...

અમદાવાદ : વેક્સિનના બીજા ડોઝ પ્રત્યે લોકોમાં ઉદાસીનતા, કોર્પોરેશન દ્વારા કોલ સેન્ટર ઉભા કરાયા...
X

કોરોના મહામારીમાં અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા પ્રજાને કોરોના વેક્સિન લેવા માટે ફોન કરીને સમજાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વાર પણ કોરોનાની રસી ઘરે જઈને આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના સાતેય ઝોનમાં કોલ સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકોને એસેમેસથી પણ વેક્સિન માટે જાણ કરવામાં આવી રહી છે.

અમદાવાદ કોરોના વેક્સિનેશન ઝડપી પુરુ કરવા માટે ઘરે જઈને વેક્સિન આપવામાં આવી રહી છે. એક ચોંકાવનારો આંકડો સામે આવી રહ્યો છે. જેમાં 1.46 લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધા 114 દિવસ અમે 94 હજાર 144 દિવસ વીતી ગયા હોવા છતાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. તેથી લોકોને બીજો ડોઝ લેવા માટે કોલ અને એસેમેસ કરી સજાવવા માટે અમદાવાદના સાતેય ઝોનમાં કોલ સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે. કોલ સેન્ટરમાંથી આશરે રોજનાં 35 હજાર જેટલા કોલ કરવામાં આવી રહ્યા છે, ત્યારે છેલ્લા એક સપ્તાહથી વેક્સિનનો જથ્થો પણ ઓછો મળી રહ્યો છે. તા. 17 સપ્ટેમ્બરના રોજથી રોજના લગભગ રોજના 1 લાખ લોકોને રસી મૂકવામાં આવી રહી હતી. જે સતત પંદર દિવસ સુધી આ સિલસિલો ચાલુ રહ્યો હતો. પરંતુ હાલના સમયમાં રાજ્ય સરકાર તરફથી જોઈએ પ્રમાણમાં વેક્સિનનો બીજા ડોઝનો જથ્થો ઓછો પ્રાપ્ત થઇ રહ્યો છે.

Next Story