Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઓન લાઇન ગેમિંગમાં રૂ.27 કરોડ હાર્યો, છેતરપિંડીની ખોટી ફરિયાદ કરતાં પોલીસે કરી ધરપકડ

ફરિયાદીએ ઓનલાઇન ગેમ્બલિંગ કરી પૈસા હારજીત કર્યા હોવાની હકીકત સામે આવતા અલગથી ગુનો દાખલ કરી ફરિયાદીની જ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે

અમદાવાદ: ઓન લાઇન ગેમિંગમાં રૂ.27 કરોડ હાર્યો, છેતરપિંડીની ખોટી ફરિયાદ કરતાં પોલીસે કરી ધરપકડ
X

અમદાવાદ સાયબર ક્રાઇમમાં પ્રખ્યાત ગાલા ગ્રૂપના વિશાલ ગાલાએ પોતાની સાથે તમિલનાડુના સરકારી ટેન્ડર આપવાની લાલચ આપી તેમની સાથે અજાણ્યા ઈસમોએ આશરે રૂ.27 કરોડની છેતરપિંડી થયાંની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન આ ફરિયાદીએ આ ફરિયાદ પોલીસને ગેરમાર્ગે દોરી હોવાની અને ખોટી ફરિયાદ નીકળતા ધરપકડ કરવામાં આવી છે..

અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા ફરિયાદ વિશાલ ગાલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી કે, અજાણ્યા ઈસમોએ તેમની સાથે તેઓ જે તમિલનાડુ સરકારમાં જે બેગનું ટેન્ડર બહાર પડ્યું છે, તે અપાવવાની લાલચ આપી તેમજ તે કામનું રો-મટિરિયલ સસ્તા ભાવે આપવાની લાલચ આપી અજાણ્યા ઈસમોએ આશરે રૂપિયા 27 કરોડની છેતરપિંડી આચરી છે.પણ પોલીસ તપાસમાં ફરિયાદી વિશાલ ગાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા રકમ તે ઓનલાઇન નોન-સ્કીલ ગેમિંગ રમાડતી INDIA24BET.COM વેબસાઇટ ઉપર હારી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી ફરિયાદીએ ઓનલાઇન ગેમ્બલિંગ કરી પૈસા હારજીત કર્યા હોવાની હકીકત સામે આવતા અલગથી ગુનો દાખલ કરી ફરિયાદીની જ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. ફરિયાદના આધારે ફરિયાદી સાથે વાતચીત કરવા સામાવાળાએ ઉપયોગ કરેલા મોબાઇલ નંબરની ડિટેલ્સ કઢાવતા આ નંબરનું લોકેશન કર્ણાટકનું બેંગ્લુરુ મળ્યું હતું. જેથી પોલીસે મોબાઇલ નંબરનો ઉપયોગ કરનાર બાબત બેંગ્લુરુ ખાતે જઈ તપાસ કરતા કરણસિંહ દાનસિંહ રાવત મળી આવ્યો હતો અને પૂછપરછ કરતાં પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ કામના ફરિયાદી સાથે તેને આવી કોઈ ટેન્ડર પ્રોસેસ બાબતે વાતચીત થયેલી નથી, કે તેમની પાસેથી ટેન્ડર અપાવવાનું કહી કે રો-મટિરિયલ આપવાનું કહી ફરિયાદી વિશાલ ગાલા પાસેથી પૈસા ભરેલા નથી.

પરંતુ વિશાલ ગાલાએ પોતાની મરજી થી INDIA24BET.COM નામની નોન સ્કીલ ગેમિંગ થી પૈસા હારજીત કરવા માટે પોતાના પર્સનલ બેંક એકાઉન્ટમાંથી તેમજ તેમની કંપનીના ગાલા ગ્લોબલ પ્રોડક્ટ લિમિટેડ બેંક એકાઉન્ટમાંથી FONEPAISA ના નોડલ બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ કે પછી બીજા બેંક એકાઉન્ટ મારફતે પૈસા ભરેલા છે અને ગેમ્બલિંગ કરેલું છે.

Next Story