અમદાવાદ : આત્મહત્યાનો પ્રયાસ કરનાર લોકો માટે પોલીસ દ્વારા યોજાયો માનસિક આરોગ્યનો કાર્યક્રમ "દિશા"
આ કાર્યક્રમમાં ખાસ કરીને જે લોકો માનસિક રીતે પીડાઈને આત્મહત્યાના પ્રયત્ન કરેલ હોય તેવા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા

અમદાવાદ શહેરના ઝોન-5ના નાયબ કમિશ્નર દ્વારા રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનસિક આરોગ્ય કાર્યક્રમ "દિશા"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, ઝોન 5ના નાયબ પોલીસ કમિશ્નર અચલ ત્યાગી, મદદનીશ પોલીસ કમિશ્નર આઈ.ડી.વીઝન સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
અમદાવાદ શહેરના રામોલમાં કુશાભાઈ ઠાકરે કોમ્યુનિટી હોલ ખાતે ઝોન-5ના વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા માનસિક આરોગ્ય અંતર્ગત "દિશા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને જે લોકો માનસિક રીતે પીડાઈને આત્મહત્યાના પ્રયત્ન કરેલ હોય તેવા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. માનસિક આરોગ્યની હોસ્પિટલના મનોરોગ નિષ્ણાત ડો. વિશાલ દામાણી દ્વારા જીવન ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમદાવાદ ઝોન-5ના વિવિધ પોલીસ સ્ટેશન સી' ટીમ દ્વારા જે મહિલા કે, પુરુષ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હોય તેઓની મુલાકાત કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું, ત્યારે આવા લોકોને આત્મહત્યા કરતા રોકી જરૂરિયાતી માર્ગદર્શન પુરૂ પાડનાર કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.