ગુજરાત કોંગ્રેસને લાંબા સમય બાદ પ્રભારી મળ્યા છે. રાજસ્થાન સરકારમાં આરોગ્ય મંત્રી રઘુ શર્મા હવે કોંગ્રેસમાં ગુજરાત પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે નવા પ્રભારી આજથી બે દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે. કોરોનાના કારણે રાજીવ સાતવનું નિધન બાદ ગુજરાત પ્રભારીની જગ્યા ખાલી પડી હતી. ત્યારે હાઈ કમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વમાં પરિવર્તન કરવાની શરૂઆત કરી છે. આજે રઘુ શર્મા ગુજરાતના ધારાસભ્ય બધા સાથે બેઠક કરી નબળી પડેલી કોંગ્રેસ મજબૂત કરવાની કોશિશ કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુકત પ્રભારી રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્મા બે દિવસીય મુલાકાત દરમિયાન ધારાસભ્યોને મળીને પછી દિલ્હી જશે અને ત્યાંથી માર્ગદર્શન લીધા પછી પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા બદલવાની કવાયત હાથ ધરવી કે નહીં તે નક્કી થશે. રવિવારે ધારાસભ્ય સાથેની બેઠકમાં વિરોધ પક્ષના નેતા બદલવાની સેન્સ મેળવે તેવી શક્યતા છે. હાલ ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. ત્યારે જૂના જોગીઓને ઘરભેગા કરી યુવા અને નવા ચહેરાઓને પક્ષમાં પ્રોત્સાહન આપવા માટે હાઈકમાન્ડે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત શર્માને પણ ગુજરાત કોંગ્રેસમાં ફેરફાર કરવા આ અંગે છુટ્ટો દોર આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્મા બે દિવસ ગુજરાતની મુલાકાતે
New Update