Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: એરપોર્ટ પર પ્લેનના એન્જિનમાં પક્ષી આવી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા

સુરતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટને બર્ડ હિટ થયુ છે. અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું છે.

અમદાવાદ: એરપોર્ટ પર પ્લેનના એન્જિનમાં પક્ષી આવી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા
X

સુરતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટને બર્ડ હિટ થયુ છે. અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું છે. મુસાફરોને અમદાવાદથી ઇન્ડિગોની અન્ય ફ્લાઇટમાં દિલ્હી લઈ જવાયા છે. ફ્લાઇટમાં 50થી વધુ મુસાફરો ઉપસ્થિત હતા. સુરતથી ફ્લાઈટ ટેક ઓફ થઈ ત્યારે બર્ડ હિટની ઘટના બની હતી.સુરતથી દિલ્હી જતી ફ્લાઈટ સાથે બર્ડ હિટ થયુ છે. સુરતથી દિલ્હી થઈને પ્લેનમાં સવાર મુસાફરો કાઠમંડુ જવાના હતા. સુરતમાં ફ્લાઈટ ટેક ઓફ થઈ ત્યારે બર્ડ હિટ થયું. જે પછી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. સદનસીબે કોઇ દુર્ઘટના થતી અટકી છે. તો ઘટના બાદ તમામ 50 મુસાફરો માટે અન્ય ફ્લાઇટ ની સુવિધા કરવામાં આવી હતી. તમામ મુસાફરોને અમદાવાદ થી અન્ય ફ્લાઇટમાં બેસાડીને દિલ્હીમાં લઇ જવાયા હતા. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ બર્ડ હિટની અનેક ઘટનાઓ બનતી રહે છે. આ સિવાય અનેક અન્ય દુર્ઘટનાઓના કારણે પણ એરપોર્ટ ચર્ચામાં રહ્યું છે. જેમ કે, ટાયર ફાટવુ, એન્જિન માંથી ધુમાડા નીકળવા તેમજ રનવે પર 2 વિમાન સામસામે આવી જવા જેવી ઘટનાને પગલે હજારો પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હોય તેવી ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે.

Next Story