અમદાવાદ: રાજયમાં પેટ્રોલ 12 રૂ. તો ડીઝલ 17 રૂ. સસ્તું,સામાન્ય નાગરિકને સરકારની મોટી ભેટ

દિવાળીના તહેવારોમાં સામાન્ય જનતાને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી છે ત્યારે હવે ગુજરાત સરકારે પણ મોટી રાહત આપી છે અને રાજ્યમાં પેટ્રોલ 12 રૂપિયા સસ્તું અને ડીઝલ 17 રૂપિયા સસ્તું થયું છે જેનાથી સામાન્ય જનતાને રાહત મળી છે
કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 5 રૂપિયા અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ત્યારે હવે ગુજરાત સરકારે પણ મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લીટરે 7 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડીને સમગ્ર ગુજરાતમાં નવો ભાવ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે જેને કારણે રાજ્યમાં ભાવ ઘટાડો થયો છે આ ભાવ ઘટાડો આજથી લાગુ પડી ગયો છે ભારતના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ ગયો છે અને લગભગ રોજ 35 પૈસા મોંઘુ થઈ રહ્યું છે.4 ઓક્ટોબર 2021થી 25 ઓક્ટોબર સુધી પેટ્રોલની એવરેજ કિંમત 8 રૂપિયા વધી છે. પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરતા પેટ્રોલમાં 5 રુપિયા અને ડીઝલમાં 10 રુપિયા સસ્તું થયું છે. તો આ સાથે ગુજરાત સરકારે વેટમાં ઘટાડો કર્યો છે. જેને લઇને ગુજરાતની જતાને મોટી રાહત મળી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેના નિર્ણય બાદ ગુજરાતમાં સરેરાશ પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા સસ્તુ થયું છે.ગુજરાત સહિત બિહાર, આસામ અને ત્રિપુરા સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. તો આ સિવાયના અન્ય રાજ્યો પણ ટુંક સમયમાં વેટમાં ઘટાડો કરશે. જેને લઇને પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થશે પેટ્રોલમાં ભાવ ઘટાડાથી અમદાવાદના સ્થાનિકો ખુશ છે પણ સાથે હવે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થાય તેવી ઈચ્છા વ્યકત કરી રહ્યા છે