Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર પોલીસ તરફથી મળી હતી દરખાસ્તો, RTO દ્વારા 700થી વધુ લાયસન્સ રદ્દ કરાયા

ગુજરાતમાંથી વાહન બહાર ગયા હોય અને ત્યાં અકસ્માતમાં ફરિયાદ થાય તેવા સંજોગોમાં બહારની પોલીસ દ્વારા લાયસન્સ રદ્દ કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવે છે

અમદાવાદ : ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર પોલીસ તરફથી મળી હતી દરખાસ્તો, RTO દ્વારા 700થી વધુ લાયસન્સ રદ્દ કરાયા
X

વાહન ચલાવવા માટે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું ફરજીયાત છે. ડ્રાઈવિંગ સાયસન્સ મેળવવા માટે પહેલા લર્નિંગ લાયસન્સની પરીક્ષા અને પાકા લાયસન્સ માટે ટેસ્ટ આપવો પડે છે, અને તે બાદ લાયસન્સ મળે છે. લાયસન્સ મળી ગયા બાદ યોગ્ય રીતે ડ્રાઈવિંગ કરવું પણ જરૂરી છે. જો રફ ડ્રાઈવિંગ કરો તો એક જ દરખાસ્તે લાયસન્સ રદ્દ પણ થઇ જાય છે. વિવિધ કારણોસર લાયસન્સ રદ્દ કરવા માટે અમદાવાદ RTO કચેરીને 850 જેટલી દરખાસ્ત મળી હતી.

અમદાવાદ RTO કચેરીમાં લાયસન્સ રદ્દ કરવા માટેની દરખાસ્તો આવી હતી. જેમાં ગુજરાત પોલીસ, રાજસ્થાન પોલીસ, ગોવા પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી દરખાસ્ત મળી છે. અત્યાર સુધીમાં કુલ 850 જેટલી અરજીઓ મળી છે. જેમાંથી 700થી વધુ લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. લાયસન્સ રદ્દ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, હિટ એન્ડ રન કેસ અથવા ફેટલ અકસ્માત જેવા કેસમાં લાયસન્સ રદ્દ કરવામાં આવે છે.

ગુજરાત બહારથી પણ અરજીઓ આવી હતી. કારણ કે, ગુજરાતમાંથી વાહન બહાર ગયા હોય અને ત્યાં અકસ્માતમાં ફરિયાદ થાય તેવા સંજોગોમાં બહારની પોલીસ દ્વારા લાયસન્સ રદ્દ કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં 700થી વધુ લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. અમદાવાદ RTO આર.એસ.દેસાઈએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ગુજરાત સહિત અલગ-અલગ રાજ્યના પોલીસ દ્વારા લાયસન્સ રદ્દ કરવા માટેની દરખાસ્ત મોકલવામાં આવી હતી.

જેમાંથી 700 લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. ફેટલ અકસ્માત, હિટ એન્ડ રન, રફ ડ્રાઈવિંગ જેવા કેસમાં લાયસન્સ રદ કરવા માટેની દરખાસ્ત આવી હતી. લાયસન્સ રદ કરી દીધા બાદ પણ ડ્રાઇવિંગ કરવામાં આવે તો અલગ-અલગ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, 700 ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ કર્યા છે અને 150 ડ્રાઈવિંગ લાયસન્સ પર સુનવણી ચાલુ છે.

Next Story