Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રેલ મંત્રીએ NID દ્વારા ડિઝાઇન કરાયેલ સ્ટોલ અને ક્રિઓસ્કનું કર્યું અનાવરણ

કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રેલવે મંત્રાલયના વન સ્ટેશન વન પ્રોડક્ટ પ્રોજેક્ટના ભાગરૂપે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન અમદાવાદ દ્વારા ડિઝાઇન કરાયેલ સ્ટોલ અને કિઓસ્કનું અનાવરણ કર્યું હતું.

અમદાવાદ : રેલ મંત્રીએ NID દ્વારા ડિઝાઇન કરાયેલ સ્ટોલ અને ક્રિઓસ્કનું કર્યું અનાવરણ
X

કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રેલવે મંત્રાલયના વન સ્ટેશન વન પ્રોડક્ટ પ્રોજેક્ટના ભાગરૂપે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન અમદાવાદ દ્વારા ડિઝાઇન કરાયેલ સ્ટોલ અને કિઓસ્કનું અનાવરણ કર્યું હતું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરોના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણને વેગ આપવાનો છે.

આ પ્રોજેક્ટ માટે બજેટમાં રેલવે મંત્રાલય વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજનાની જાહેરાત પણ કરવામાં આવી હતી. NIDના એક અધિકારીએ પ્રોજેક્ટના અવકાશને સમજાવતા જણાવ્યું હતું કે દેશભરના રેલવે સ્ટેશન પર ડિસ્પ્લે અને વેચાણ આઉટલેટ્સ પ્રદાન કરીને ભારતની સ્વદેશી અને વિશિષ્ટ ઉત્પાદનો અને હસ્તકલાને પ્રોત્સાહિત કરવાનો હેતુ છે.પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સ્વદેશી જનજાતિ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ, સ્થાનિક વણકરો દ્વારા હાથવણાટ હસ્તકલા અને અન્ય પ્રક્રિયાઓ અને સંબંધિત વિસ્તારોમાં સ્વદેશી રીતે ઉગાડવામાં આવતી અર્ધ-પ્રક્રિયા વાળી ખાદ્ય વસ્તુઓ/ ઉત્પાદનોને પ્રદર્શિત કરવાનો અને ઓફર કરવાનો છે.ગુજરાતમાં અમદાવાદથી આ પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે અને આવનાર સમયમાં અલગ અલગ રેલવે સ્ટેશન પર શરૂઆત કરવામાં આવશે..

Next Story