Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : "સિરિયલ બ્લાસ્ટ કેસ", 49 દોષિતોને કોર્ટ આજે સંભળાવી શકે છે સજા..!

અમદાવાદમાં વર્ષ 2008ની તા. 26 જુલાઇના રોજ ધડાધડ બ્લાસ્ટથી સમગ્ર શહેર ધ્રુજી ઉઠ્યું હતું, ત્યારે બોમ્બ બ્લાસ્ટની આ ઘટનામાં આજે 14 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે.

અમદાવાદમાં વર્ષ 2008ની તા. 26 જુલાઇના રોજ ધડાધડ બ્લાસ્ટથી સમગ્ર શહેર ધ્રુજી ઉઠ્યું હતું, ત્યારે બોમ્બ બ્લાસ્ટની આ ઘટનામાં આજે 14 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. જેમાં અદાલતે શંકાના આધારે કુલ 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે બાકીના 49 આરોપીને દોષિત જાહેર કરી તેઓ અંગે આજરોજ સજા સંભળાવમાં આવી શકે તેમ છે.

14 વર્ષ બાદ અમદાવાદ બ્લાસ્ટ કેસના 49 આરોપીને કોર્ટે દોષિત અને 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે એક તાજના સાક્ષીની સજા માફ કરાઈ છે, ત્યારે આ તમામ દોષિતોને આજરોજ સજા ફટકારવામાં આવી શકે છે. અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસના ચુકાદાને લઈને આજે સતત બીજા દિવસે પણ સ્પેશિયલ કોર્ટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ પાર્કિગમાં કાર સહિતના વાહનોનું પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કેસના 49 દોષિતની સજાની ગત તા. 14 ફેબ્રુઆરીએ સિવિલ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સરકાર તરફથી વકીલોએ કોર્ટમાં દલીલો કરી હતી. સરકાર તરફી વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટમાં સુનાવણી પુરી થઈ હતી. ગત તા. 11 ફેબ્રુઆરીએ કોર્ટે આરોપીઓની રજૂઆત સાંભળી હતી. જેથી આ કેસમાં બચાવ પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ આજે સજા સંભળાવી શકે તેમ છે. દોષીતો સામે લાગેલી કલમો મુજબ મહત્તમ સજા, ફાંસીની સજા અને ઓછી સજા એટલે કે, જનમટીપની સજા પણ થઈ શકે છે.

Next Story