Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: દિવાળી આવતા મીઠાઈમાં 15 ટકાનો વધારો છતાં મીઠાઈઓની બોલબાલા

શહેરમાં મીઠાઇના વેચાણમાં પણ ડબલ વધારો થયો છે. કોર્પોરેટ કંપનીમાં ગિફ્ટ અને ઘરે મહેમાન માટેની મીઠાઈ માટે દુકાનોમાં ભીડ જોવા મળી રહી છે.

અમદાવાદ: દિવાળી આવતા મીઠાઈમાં 15 ટકાનો વધારો છતાં મીઠાઈઓની બોલબાલા
X

દિવાળીના તહેવારમાં ગિફ્ટમાં હવે મીઠાઈ અને ડ્રાયફ્રૂટ્સની ચલણ વધ્યું છે. મીઠાઈ હંમેશાં મીઠી હોય છે, પરંતુ આ વર્ષે મીઠાઈ લોકોને લેતા કડવી લાગશે, કારણ કે એના ભાવમાં વધારો થયો છે. શુગર ફ્રી, ડ્રાયફ્રૂટ્સ મીઠાઈ તેમજ માવાની મીઠાઈ ના ભાવમાં 10થી 15 ટકા વધારો થયો છે. જોકે ભાવ વધવા છતાં આ વર્ષે કોરોના બાદ તહેવાર સારી રીતે ઉજવી શકશે.

શહેરમાં મીઠાઇના વેચાણમાં પણ ડબલ વધારો થયો છે. કોર્પોરેટ કંપનીમાં ગિફ્ટ અને ઘરે મહેમાન માટેની મીઠાઈ માટે દુકાનોમાં ભીડ જોવા મળી રહી છે. સ્વીટ દુકાનદારોના કેહવા મુજબ કોરોનાને કારણે ગત વર્ષે ઓછું વેચાણ હતું, પરંતુ આ વર્ષે હવે કોરોનાના કેસો ઘટતાં લોકોમાં ડર ઓછો છે. મીઠાઈના વેચાણમાં ખૂબ સારો વધારો થયો છે. ડ્રાયફ્રુટ્સ મીઠાઈ, માવાની મીઠાઈ ગિફ્ટ બોક્સ અને કોર્પોરેટ કંપની માં આપવા માટે મીઠાઈનું વેચાણ ડબલ જોવા મળ્યું છે. શુગર ફ્રી મીઠાઈ, માવાની મીઠાઈ, કાજુકતરી વગેરે મીઠાઈનું વેચાણ ખૂબ જ સારું રહ્યું છે પાછલા વર્ષની સામે ભાવવધારો 10 ટકા જેવો થયો છે. બે વર્ષ બાદ દિવાળીનો તહેવાર લોકો વધુ સારી રીતે મનાવી શકશે, જેથી મીઠાઈના વેચાણમાં વધારો થયો છે. લેબર ચાર્જ, પેકેજિંગ ચાર્જ વગેરેના ભાવ વધતાં મીઠાઈના ભાવમાં પણ વધારો થયો છે.આ વર્ષે ડ્રાયફ્રૂટ્સની મીઠાઈ અને શુગર ફ્રી મીઠાઈ સૌથી વધારે ટ્રેન્ડમાં છે. ગ્રાહકો હવે કોર્પોરેટ ગિફ્ટમાં આ પ્રકારની મીઠાઈ આપી રહ્યા છે. આજે પણ લોકો ક્વોલિટી જોઈને મીઠાઈ ખરીદે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહનથાળ અને કાજુકતરીની ડિમાન્ડ સૌથી વધારે છે, તેના ભાવમાં અંદાજે 10થી 15 ટકાનો વધારો થયો છે છતાં દુકાનોમાં મીઠાઈ લેવા લોકોની ભીડ જોવા મળી રહી છે.

Next Story