-
બાવળા-બગોદરા માર્ગ પર સર્જાય મોટા અકસ્માતની ઘટના
-
બગોદરાથી બાવળા તરફ જતાં કાપડના ટ્રકનું ટાયર ફાટ્યું
-
ટાયર ફાટતા બાવળાથી બગોદરા જતાં ટ્રક સાથે અકસ્માત
-
4 વાહનો અથડાતા બ્લાસ્ટ બાદ વાહનોમાં લાગી હતી આગ
-
અકસ્માતની ગોઝારી દુર્ઘટનામાં ટ્રકમાં સવાર 2 લોકોના મોત
અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો. ગોઝારા અકસ્માતની આ ઘટનામાં 2 લોકોના મોત થયા હતા.
અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવેથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. બાવળા-બગોદરા હાઇવે પર ભમાસરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બગોદરાથી બાવળા તરફ જતાં કાપડના ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી.
આ અકસ્માત અને આગની ઘટનામાં એક ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે. સૂત્રોનું માનીએ તો બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડએ આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે પોલીસે ટ્રાફિકજામને હળવો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માતની ઘટનામાં ડ્રાઈવરનું મોત થયું છે, જ્યારે અન્ય 1 મૃતક કોઈ પેસેન્જર હોવાની વિગતો સામે આવી છે.