Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : “તમને મોટા સાહેબ બોલાવે છે” કહી અવાવરું જગ્યામાં લઈ જઈ લૂંટ ચલાવનાર નકલી પોલીસ ગિરફ્તમાં..!

અમદાવાદ શહેરમાંથી વધુ એક વાર નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે. એક યુવકને રોકી મોટા સાહેબ બોલાવે છે,

X

અમદાવાદ શહેરમાંથી વધુ એક વાર નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે. એક યુવકને રોકી મોટા સાહેબ બોલાવે છે, કહીને એક શખ્સ અવાવરું જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તેના સાગરીતો સાથે મળી રૂપિયા 20 હજારની લૂંટ ચલાવાય હતી. તો જુઓ કોણ છે, અસલી પોલીસની ગિરફ્તમાં ઉભેલો નકલી પોલીસ...

તમને દ્રશ્યોમાં દેખાતો આ ઈસમ છે હારુન રસીદ શેખ અને અંજુર ખાન પઠાણ. આ બન્ને આરોપીઓ હાલ પોલીસની ગિરફ્તમાં આવી ગયા છે. નકલી પોલીસ તરીકે આરોપીઓએ સિલાઈ કામગીરી કરતા યુવકને કૃષ્ણનગર વિસ્તારમાં રોક્યો હતો. બાદમાં આરોપીઓએ અસલી પોલીસની ઓળખ આપી મોટા સાહેબ બોલાવે છે, એમ કહીને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહ્યું. ત્યારબાદ અવાવરું જગ્યાએ લઈ જઈ અન્ય શખ્સો પણ ત્યાં ઉભા હતા, જે લોકોએ આ યુવકને માર મારી 20 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. આરોપીઓમાંથી હારુન શેખનો ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. જે અગાઉ બાપુનગરમાં મારામારીના ગુનામાં ઝડપાઇ ગયો હતો. તાજેતરમાં અનેકવાર રિવરફ્રન્ટ, ગાર્ડનમાં કે અન્ય જગ્યાએ નકલી પોલીસે તોડ કર્યા હોવાનું આરોપીઓએ જોતા જ તેઓને પણ પોલીસ બની પૈસા કમાવવાનું સૂઝ્યું હતું, અને આ જ કહાનીઓ જોઈ બન્ને આરોપીઓ પણ નકલી પોલીસ બની ગયા હતા. પણ અસલી પોલીસથી બચી ન શક્યા અને આવી ગયા પોલીસની કસ્ટડીમાં, ત્યારે જાળ તો આરોપીઓનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે, કેમ તે બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Story