Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:પતિએ પત્નીનીની દોરડાથી ગળું દબાવી હત્યા કર્યા બાદ જાતે જ પહોંચ્યો પોલીસ સ્ટેશન, શંકાશીલ સ્વભાવે પરિવારનો માળો વિખેર્યો

હત્યા કર્યા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી

અમદાવાદ:પતિએ પત્નીનીની દોરડાથી ગળું દબાવી હત્યા કર્યા બાદ જાતે જ પહોંચ્યો પોલીસ સ્ટેશન, શંકાશીલ સ્વભાવે પરિવારનો માળો વિખેર્યો
X

અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધનું ફરી એક વખત ખૂન થયું હોવાનો કિસ્સો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. અમદાવાદ પાસે આવેલ સાણંદમાં ઝઘડામાં ઉશ્કેરાઈ ગયેલા પતિએ દોરીથી ગળું દબાવીને પત્નીની હત્યા કરી દીધી હતી. જેને લઇને પોલીસને જાણ કરતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તંત્ર દ્વારા મળતી વિગત અનુસાર વિકૃત અને વારંવાર પત્ની પર શંકા ધરાવતા અશોક રાણા અને તેની પત્ની ડિમ્પલ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગઈ કાલે સાંજે પણ ડિમ્પલબેન પોતાના ઘરમાં કામ કરી રહ્યા હતા ત્યારે માથાના વાળમાં કલર લગાવવા બાબતે પતિ પત્ની વચ્ચે તકરાર થઇ ગઇ હતી અને ઉશ્કેરાયેલા અશોકે પત્નીને ધક્કો મારીને નીચે પાડી દીધી હતી એટલું નહીં પિત્તો ગુમાવી બેઠેલા આરોપી પતિ દોરડા વડે પત્નીનું ગળું દબાવી દઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ હત્યા કર્યા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઘટનાને પગલે પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો અને ઘટનાસ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ ઘટનાને લઇને પરિવાર આઘાતમાં સરી પડ્યો છે અને આરોપીને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરી છે 20 વર્ષ પહેલાં અશોક રાણા અને ડિમ્પલબેનના લગ્ન થયા હતા. બંનેને 2 દીકરા છે. અશોક ફોટોગ્રાફરનું કામ કરે છે અને સાણંદમાં શ્યામ હિલ્સમાં રહે છે.

અશોકભાઈનો શંકાશીલ સ્વભાવના કારણે બંને પતિ પત્ની વચ્ચે અનેક વખત ઝઘડા થતા હતા. ત્રણ માસ પહેલા પણ અશોક અને ડિમ્પલ બેન વચ્ચે ઝઘડો થતા અશોકએ ડિમ્પલને ખુબ જ માર માર્યો અને ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો

Next Story