Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ભરૂચના આદિવાસી નેતા જોડાયા કોંગ્રેસમાં,પહેલા હતા છોટુ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં

ગુજરાત વિધાન સભાની ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી માટે અત્યારથી સોગઠાં ગોઠવવાના શરૂ કરી દીધા છે.

અમદાવાદ: ભરૂચના આદિવાસી નેતા જોડાયા કોંગ્રેસમાં,પહેલા હતા છોટુ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં
X

ગુજરાત વિધાન સભાની ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી માટે અત્યારથી સોગઠાં ગોઠવવાના શરૂ કરી દીધા છે. BTPમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે.રઘુ શર્માની હાજરીમાં રાજેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો કર્યો હતો. મહત્વનું છે કે બીટીપીના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે અને BTP પાર્ટી અધ્યક્ષ છોટુ વસાવાના અંગત માણસોમાંના એક છે. ડેડીયાપાડા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટના કમીટમેન્ટ સાથે છે.

પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ કહ્યું હતું કે, રાજેશ વસાવા કોંગ્રેસમાં આવ્યા છે. સંવિધાનિક અધિકારો માટે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. છેલ્લા 12 વર્ષથી રાજેશ વસાવા આદિવાસીઓના અધિકાર માટે દિવસ રાત લડી રહ્યા છે શિક્ષિત યુવા નેતા છે જેનો કોંગ્રેસને લાભ મળશે.

Next Story