Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે રૂ. 1700 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહુર્ત-લોકાર્પણ કરાયા

ત્રાગડ ગામમાં જન ભાગીદારીથી નવનિર્મિત તળાવ તેમજ લલીતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ કર્યું હતુ.

X

ઔડાના 1700 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસકાર્યો કરાયા

કેન્દ્રીય ગૃહપ્રધાનના હસ્તે ખાતમુહુર્ત-લોકાર્પણ કરાયા

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આજે તેમના સંસદીય મત વિસ્તારમાં જુદા જુદા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સરખેજ વોર્ડમાં ઓકાફ તળાવ, થલતેજ વોર્ડના ભાડજ ગામ તળાવ, ચાંદલોડિયા વોર્ડનું જગતપુર ગામ તળાવ અને ગોતા વોર્ડના ઓગણજ તળાવના નવીનીકરણનું ખાતમુહુર્ત કર્યું હતું, જ્યારે ચાંદલોડિયા વોર્ડમાં ત્રાગડ ગામમાં જન ભાગીદારીથી નવનિર્મિત તળાવ તેમજ લલીતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ કર્યું હતુ.

આ ઉપરાંત ત્રાગડ ખાતે AMC અને AUDAના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવદામાં સાંસદો, મેયર, ધારાસભ્યો, AMCના હોદ્દેદારો તેમજ ભાજપ અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીની હાજરીમાં અમિત શાહ દ્વારા ઔડાનાં 1700 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમિત શાહ હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓ તેમના ઘરની કી આપવામાં આવી હતી. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરસભાને સંબોધી હતી.

Next Story