Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદની દીકરીની ઉંચી ઉડાન, સાત સમુંદર પાર અમેરિકામાં બની પાયલોટ

અમદાવાદની 20 વર્ષની ધ્વનિની અમેરિકામાં કોમર્શિયલ ફ્લાઇટ માટે પાયલોટ તરીકે પસંદગી થઈ

અમદાવાદની દીકરીની ઉંચી ઉડાન, સાત સમુંદર પાર અમેરિકામાં બની પાયલોટ
X

સપના આસમાનની ઊંચાઈઓ સુધી પહોંચવાનું હોય. અને ઈરાદાઓ મક્કમ હોય.તો ભગવાન પણ ત્યાં સુધી પહોંચતા અટકાવી શકતો નથી.આવી જ સફળતા અમદાવાદની એક માત્ર 20 વર્ષિય દીકરીએ મેળવી છે. જેણે પોતાનું પાયલોટ બનવાનું સપનું તો પૂર્ણ કર્યું જ છે.પરંતુ હવે તે અમેરિકામાં વિમાન ઉડાવશે. કહેવાય છે ને કે, "સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય" આવી જ સિદ્ધિ અમદાવાદની દીકરી ધ્વની પટેલે હાંસિલ કરી છે. જે માત્ર 20 વર્ષની જ છે. પરંતુ તેની અમેરિકામાં કોમર્શિયલ ફ્લાઇટ માટે પાયલોટ તરીકે પસંદગી થઈ છે.

અમેરિકામાં નોકરી મેળવવી અને તે પણ એક પાયલટ તરીકે. એટલે કે, લોઢાના ચણા ચાવવા બરાબર છે. પરંતુ ધ્વનિ તમામ પ્રકારના પડકારો અને ટફ કોમ્પિટિશન વચ્ચે પણ બાજી મારી છે. અને હવે તે અમેરિકામાં હવાઈ ઉડાન ભરશે. ધ્વનિ અંગે વાત કરવામાં આવે તો તે, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે.અને તેના માટે તેના પિતા જ માતા પણ છે. કારણ કે, ધ્વની જ્યારે દોઢ વર્ષની હતી ત્યારે જ તેની માતાનું મૃત્યુ થયું હતું. પરંતુ ધ્વનિની માતાનું સપનું હતું કે, દીકરી મોટી થઈ પાયલટ બને. તેવામાં તેમના પિતા માતા બનીને ધ્વનિ નો ઉછેર તો કર્યો જ. પરંતુ સાથે-સાથે દીકરીને પાયલટ પણ બનાવી. ધ્વનિ એ આજે એ સાબિત કરી બતાવ્યું છે કે, ઇરાદા મક્કમ હોય તો સપનું ચોક્કસ પણે સફળ થઈ શકે છે.

Next Story